Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 6 બેઠકના EVM સીલ : ચુસ્ત બંદોબસ્ત

કચ્છની(Kutch) 6 વિધાનસભા (Gujarat Election)મતવિસ્તારની બેઠક ઉપર મતદાન 59.85 ટકા થઇ જતાં સમગ્ર કચ્છના 1862 મતદાન મથકોએથી ગોઠવાયેલા રૂટ પ્રમાણે પોલિંગ સ્ટાફ આવી જતાં ઇલેક્ટ્રિક વોટિંગ મશીન સહિતની સામગ્રી સીલ કર્યા પછી હવે 8મીએ મતગણતરી થવાની છે. આ વખતે તખતો ભુજની ઇજનેરી કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.કચ્છના કુલ 16,35,879 મતદારોમાંથી 9,79,148 મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. કચ્છની મતદાન ટકાવારીમાં સત્તા
ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 6 બેઠકના evm સીલ   ચુસ્ત બંદોબસ્ત
કચ્છની(Kutch) 6 વિધાનસભા (Gujarat Election)મતવિસ્તારની બેઠક ઉપર મતદાન 59.85 ટકા થઇ જતાં સમગ્ર કચ્છના 1862 મતદાન મથકોએથી ગોઠવાયેલા રૂટ પ્રમાણે પોલિંગ સ્ટાફ આવી જતાં ઇલેક્ટ્રિક વોટિંગ મશીન સહિતની સામગ્રી સીલ કર્યા પછી હવે 8મીએ મતગણતરી થવાની છે. આ વખતે તખતો ભુજની ઇજનેરી કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.
કચ્છના કુલ 16,35,879 મતદારોમાંથી 9,79,148 મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો. કચ્છની મતદાન ટકાવારીમાં સત્તાવાર રીતે 0.5 ટકામાં વધારો છતાં આંકડો 59.85 પર પહોંચ્યો હતો. છ બેઠકના આ ચુનાવી મેદાનમાં 55 ઉમેદવારે ઝંપલાવ્યું હોવાથી મતદાતાઓએ પોતાના પસંદગીના ઉમેદવારનું બટન દબાવી મહોર મારી હતી અને ઇ.વી.એમ.માં કચ્છના ભાવિ ધારાસભ્યોના નસીબ કેદ થયા હતા. હવે તા. 8 ડિસેમ્બરના ફરી ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થતાં ગુરુવારે નખાયેલા વોટ ગુરુવારના ખૂલવાના હોવાથી ગુરુવાર કોના માટે ફળે છે તેના પર મીટ મંડાઇ છે. 
ચૂંટણી અધિકારી ભરત પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, છ કાઉન્ટિંગ હોલમાં ગણતરી થવાની છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં રાપર, પહેલા માળે ભુજ, ગાંધીધામ અને માંડવી, જ્યારે બીજા માળે અંજાર અને અબડાસાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાઉન્ડ કેવી રીતે હશે એ બાબતે પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે, 14 ટેબલ દરેક બેઠકમાં ગોઠવવામાં આવી છે જે બેઠકના જેટલા બૂથ હશે એ મુજબ રાઉન્ડ પ્રમાણે મશીનમાં મતોની ગણતરી કરવામાં આવશે. અબડાસાના 319 બૂથ હોવાથી 27 રાઉન્ડ ચાલશે. 
માંડવીમાં 286 મતદાન મથકના 20 રાઉન્ડ થશે. ભુજમાં 301ના 21 રાઉન્ડ, અંજારના 292ના 21 રાઉન્ડ, જ્યારે ગાંધીધામના 309 હોવાથી 22 રાઉન્ડ, રાપરના 296 પોલિંગ સ્ટેશનના ઇ.વી.એમ. વપરાયાં છે તેથી અહીં પણ 21 રાઉન્ડ મુજબ મતોની ગણતરી કરવામાં આવનાર છે. ધારણા પ્રમાણે બે વાગ્યા સુધીમાં તમામ છ બેઠકના પરિણામ આવી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા જવાનોની ઇજનેરી કોલેજની ફરતે અભેદ દીવાલ ઊભી કરવામાં આવી છે. એટલી સલામતી છે કે કોઇ તસવીરકારને ફોટો પાડવાની પણ મનાઇ ફરમાવવામાં આવી છે. અંદાજે 4998 ઇ.વી.એમ., બેલેટ, કંટ્રોલ યુનિટ 2761 સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે, તેમાંથી જે અનામત રાખવામાં આવ્યા હતા જેનો ઉપયોગ થયો નથી તેવા મશીનો વેર હાઉસમાં જમા કરાવવામાં આવ્યા છે.  અત્યાર સુધીમાં પાંચ હજાર પોસ્ટલ બેલેટ વડે મતદાન થઇ ચૂક્યું છે એ મતોની પણ ઇજનેરી કોલેજમાં ગણના થશે. મતગણતરીના કામમાં 8મીએ 500 જેટલા કર્મચારીઓ કામે લાગશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.