Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બધા કહે છે આ વખતે ભાજપ સરકાર જ બનવાની છે : PM MODI

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં પ્રચાર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે સવારે સોમનાથ પહોંચ્યા હતા. તેમણે સોમનાથમાં  પૂજા કરીને સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. વડાપ્રધાને સોમનાથમાં કરી પૂજા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ આજે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જાહેરસભાને સંબોધન કરશે. વેરાવળમાં જાહેરસભાને સંબોધન કરતાં પીએàª
બધા કહે છે આ વખતે ભાજપ સરકાર જ બનવાની છે   pm modi
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં પ્રચાર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે સવારે સોમનાથ પહોંચ્યા હતા. તેમણે સોમનાથમાં  પૂજા કરીને સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. 
વડાપ્રધાને સોમનાથમાં કરી પૂજા 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ આજે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જાહેરસભાને સંબોધન કરશે. વેરાવળમાં જાહેરસભાને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે ગઇ કાલે કાશી વિશ્વનાથના દરબારમાં હતો અને આજે સોમનાથ બાબના દરબારમાં છું. તેમણે જય સોમનાથના નારાથી સંબોધનની શરુઆત કરી હતી. 

આ વખતે ભાજપ સરકાર બનશે
તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં તમારે રેકોર્ડ તોડવાના છે. તેમણે લોકોને મતદાન કરવાની અપિલ કરતા કહ્યું કે મતદાન તો કરવું જ જોઇએ. તેમણે પોલીંગ બુથમાં મારે જીતવું છે તેમ પણ કહ્યું હતું. આ વખતે વધુમાં વધુ પોલીંગ બુથ જીતવાના છે. તેમણે મતદારોને અપિલ કરીકે પોલીંગ બુથ જીતીને બતાવડજો. બધા કહે છે કે ભાજપની સરકાર તો બનવાની જ છે. નરેન્દ્રના બધા જ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી ઇચ્છા છે. 

તમે મતદાન કરો એટલે હું મહેનત કરું છું 
તેમણે કહ્યું કે ગુજરાતીઓએ બધી જ ધારણાઓને ખોટી પાડી છે. તેમણે લોકોને કહ્યું કે તમારા માટે તમારો આ દિકરો બેઠો છે. કોરોના જેવી મહામારીમાં આપણે મજબૂતીથી લડ્યા. તેમણે એમ પણ કહ્યું કે આ ચૂંટણીમાં તેમની સૌરાષ્ટ્રમાં આ પહેલી સભા છે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત હંમેશા ભાજપની સાથે છે. તેમ છતાં આ ચૂંટણીમાં હું મહેનત કરું છું. તમે બધા મતદાન કરો તેટલા માટે હું આવું છું. 

ભાજપ સરકારની ઉપલબ્ધીઓ ગણાવી
તેમણે ભાજપ સરકારની ઉપલબ્ધીઓ પણ ગણાવી હતી. તેમણે કહ્યું કે વિકાસની પાપા પગલીમાંથી આપણે સીધો કૂદકો મારવાનો છે. પશુપાલકો અને દૂધઉત્પાદકો માટે સારી યોજના લાવ્યા છીએ. દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું છે. આજે ગરીબ પરિવારને ઓપરેશનમાં સહાય મળે છે. 
આજે ગુજરાત ટુરિઝમમાં કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. દિકરીઓ ભણે તે માટે આપણે અભિયાન ચલાવ્યું છે.  સોમનાથ આજે કેટલું બદલાઇ ગયું છે તેમ પણ વડાપ્રધાને કહ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતે તેજ ગતિથી વિકાસ કર્યો છે.
બધાને નરેન્દ્રભાઇના પ્રણામ 
સભાને સંબોધતા છેલ્લે તેમણે કહ્યું કે બધાને કહેજો કે નરેન્દ્રભાઇએ પ્રણામ કહ્યા છે.  
Advertisement
Tags :
Advertisement

.