50% બૂથો પરથી થશે વેબકાસ્ટિંગ, વિધાનસભા દીઠ 7 બૂથો મહિલા સંચાલિત, સુરક્ષામાં પણ મહિલા પોલીસકર્મીઓ હશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણીને લઈને તૈયારી કરી જ રહી છે સાથે સાથે ચૂંટણીપંચ પણ છેલ્લા દિવસોમાં ખુબ એક્ટિવ છે. આગામી ચૂંટણી માટેની તૈયારીઓ માટે ચૂંટણીપંચ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચના પ્રતિનિધિ મંડળે ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટર અને જિલ્લા પોલીસવડા સાથે બેઠક બાદમાં રાજકિય પાર્ટીઓ સાથે બેઠક કર્à
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણીને લઈને તૈયારી કરી જ રહી છે સાથે સાથે ચૂંટણીપંચ પણ છેલ્લા દિવસોમાં ખુબ એક્ટિવ છે. આગામી ચૂંટણી માટેની તૈયારીઓ માટે ચૂંટણીપંચ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચના પ્રતિનિધિ મંડળે ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટર અને જિલ્લા પોલીસવડા સાથે બેઠક બાદમાં રાજકિય પાર્ટીઓ સાથે બેઠક કર્યાં બાદ આજે ગુજરાતના 2 દિવસના કેન્દ્રિય ચૂંટણી પંચના પ્રવાસ અંગે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીને લઈને વિસ્તૃત માહિતી આપી હતી.
વેબ કાસ્ટિંગ થશે
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) હાઈ-ટેક થશે. પોલિંગ બૂથ પર થતી ગતિવિધિ પર ચૂંટણીપંચ નજર રાખતું હોય છે ત્યારે આ વખતે સંવેદનશીલ વિસ્તારના બૂથો પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. જ્યાં ચૂંટણીપંચની સીધી નજર રહેશે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંતે તેના પર એક્શન લેવાશે. રાજ્યના કુલ 51,782 કુલ મતદાન મથકોમાંથી 50% બૂથો પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. રાજ્યમાં શહેરી મતદાન મથકો 17,506 અને ગ્રામ્ય મતદાન મથકો 34,276 છે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર, પ્રાથમિક સુવિધાથી સજ્જ રાખવામાં આવશે. દરેક વિધાનસભા માં 7 બૂથ મહિલા સંચાલિત હશે. જેમાં પોલીસ સુરક્ષા કર્મીઓ પણ મહિલા જ હશે. તમામ બૂથ પર એક દિવ્યાંગ બૂથ પણ હશે.
મતદારો
રાજ્યમાં કુલ 4.83 કરોડ મતદારો (Voters) છે માંથી પુરૂષ મતદારો 2.50 કરોડ અને મહિલા 2.33 કરોડ છે. જેમાંથી 80 વર્ષથી વધારે ઉંમરના 10.86 લાખ મતદારો અને 100 વર્ષથી વધુના 11,842 શતાયુ મતદારો છે. ચૂંટણીપંચ દ્વારા 10 ઓક્ટોબરે અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. તેમજ યુવા મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ લાવવા પ્રયાસ થશે અને મહત્તમ મતદાન થાય તેની અવેરનેસ લાવવા પ્રયાસો હાથ ધરાશે. રાજ્યમાં દિવ્યાંગ મતદારો 4.13 લાખ છે. નિષ્પક્ષ, શાંતિ પૂર્ણ અને સુરક્ષા પૂર્ણ માહોલમાં મતદાન થશે.
દારૂ અને ડ્રગ્ઝ પર વોચ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પ્રલોભન મુક્ત ચૂંટણી થાય તે અંગે તૈયારી કરી છે. ચૂંટણીના સમયે કયાંય પણ દારૂ મળવાની વિગત આવી તો તેમની સામે તપાસ થશે અને સરહદી જિલ્લાઓમાંથી દારૂ કેવી રીતે પસાર થઈ ગયો તેનો અધિકારીઓએ જવાબ આપવો પડશે. આ સિવાય ડ્રગ્સ અંગે પણ ચૂંટણીપંચ દ્વારા વોચ રાખવામાં આવશે
વિધાનસભાની સીટોનો ચિતાર
ગુજરાતમાં (Gujarat) કુલ 182 વિધાનસભાની સીટો છે. જેમાંથી 142 જનરલ સીટો, 13 SC બેઠકો અને 27 ST બેઠકો છે. રાજ્યમાં દર હજાર પુરુષ મતદારોએ 943 મહિલા મતદારો છે.
Advertisement