Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી પંચે શરુ કર્યું અભિયાન 'અવસર'

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની જાહેરાત કરવામાં આવી છે તો સાથે સાથે આ ચૂંટણીમાં મતદાન વધારવા માટે પણ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. આ વખતે મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી પંચે અવસર નામથી કેમ્પેઇ લોંચ કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા અવસરનો પ્રારંભ દરેક ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા મતદાન વધારવાના પ્રયાસ કરાય છે. ચૂંટણી વખતે ક્યારેક જોવા મળે છે ક
ચૂંટણી પંચે શરુ કર્યું અભિયાન  અવસર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની જાહેરાત કરવામાં આવી છે તો સાથે સાથે આ ચૂંટણીમાં મતદાન વધારવા માટે પણ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. આ વખતે મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી પંચે અવસર નામથી કેમ્પેઇ લોંચ કર્યું છે. 
ચૂંટણી પંચ દ્વારા અવસરનો પ્રારંભ 
દરેક ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા મતદાન વધારવાના પ્રયાસ કરાય છે. ચૂંટણી વખતે ક્યારેક જોવા મળે છે કે મતદારો નિરુત્સાહ જોવા મળ છે અને તેથી તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળે છે. ચૂંટણીમાં મતદાન વધે તે માટે  ચૂંટણી પંચ દ્વારા  ' અવસર ' કેમ્પેઇન શરુ કરાયું છે.  
મતદાન ટકાવારી વધારવા પ્રયાસ 
આમ તો ચૂંટણી લોકશાહીનું પર્વ છે. આ પર્વમાં મતદાતાઓ સહભાગી થાય છે. મતદાન થકીથી મતદાતાઓ આ પર્વની ઉજવણી કરતા હોય છે. છેલ્લા થોડા વર્ષોમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વખતે પણ મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણીપંચે જાતે જ કમર કસી છે. ચૂંટણીપંચ દ્વારા આ વખતે ટકાવારી વધારવા માટે ખાસ કેમ્પેઈન થકી લોકો સુધી જાગૃતતા લવાશે.  

11 બૂથ નક્કી કરાયા
ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની 182 સીટ પૈકી 11 બુથ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં ગત ૨૦૧૭ની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી. આ અગિયાર બુથો પણ ' અવસર ' રથ જશે. ' અવસર ' રથ બુથ વિસ્તારમાં ગયા બાદ ત્યાં લોકો સાથે બેઠક કરશે. બેઠકમાં જે તે બૂથમાં મતદાન વધે તે માટે સંકલ્પ લેવડાવવામાં આવશે. આ વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે
Advertisement
Tags :
Advertisement

.