Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચૂંટણી પંચે રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણીની કરી જાહેરાત

ચૂંટણી પંચે રાજ્યસભાની બેઠકોની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 15 રાજ્યોની કુલ 57 રાજ્યસભા બેઠકો માટે 10 જૂને મતદાન થશે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે યુપીની 11 બેઠકો ખાલી થઈ રહી છે, જેના પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે.આ બેઠકોમાં આંધ્રપ્રદેશની 4 બેઠકો, તેલંગાણાની 2 બેઠકો, છત્તીસગઢની 2 બેઠકો, મધ્યપ્રદેશની 3 બેઠકો, તમિલનાડુની 6 બેઠકો, કર્ણાટકની
10:36 AM May 12, 2022 IST | Vipul Pandya
ચૂંટણી પંચે રાજ્યસભાની બેઠકોની ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 15 રાજ્યોની કુલ 57 રાજ્યસભા બેઠકો માટે 10 જૂને મતદાન થશે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે યુપીની 11 બેઠકો ખાલી થઈ રહી છે, જેના પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે.
આ બેઠકોમાં આંધ્રપ્રદેશની 4 બેઠકો, તેલંગાણાની 2 બેઠકો, છત્તીસગઢની 2 બેઠકો, મધ્યપ્રદેશની 3 બેઠકો, તમિલનાડુની 6 બેઠકો, કર્ણાટકની 4, ઓડિશાની 3, મહારાષ્ટ્રની 6, પંજાબની 2, રાજસ્થાનની 4 બેઠકોનો સમાવેશ થાય છે.  ઉત્તરાખંડની 1, બિહારની 5, ઝારખંડની 2, હરિયાણાની 2 બેઠકો પર મતદાન થશે.
ચૂંટણી માટે જાહેરનામું 24 મેના રોજ બહાર પાડવામાં આવશે.  31 મે સુધી નામાંકન કરી શકાશે. નોમિનેશન(ફોર્મ)ની ચકાસણીની તારીખ 1 જૂન નક્કી કરવામાં આવી છે. ફોર્મપરત ખેંચવાની છેલ્લી તારીખ 3 જૂન છે. તમામ 57 બેઠકો માટે 10 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી 10મી જૂને સાંજે 5 વાગ્યે થશે.
Tags :
ElectionElection2022electioncommissionGujaratFirstRajyaSabhaElection
Next Article