Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધનસુરાના ખિલોડીયાના ગ્રામજનોનો ચૂંટણીનો બહિષ્કાર, જાણો કેમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચુકી છે ત્યારે  ધનસુરા (Dhansura) તાલુકાના ખિલોડીયા ગામે રસ્તા પર ડામરનું કામ કરવામાં ના આવતાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.  રસ્તો બિસ્માર હાલતમાંઅરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામા આવેલા અલ્વા ખિલોડીયા થઇ વડાગામ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તા ઉપર છેલ્લા એક વર્ષથી ડામર રોડનું કàª
ધનસુરાના ખિલોડીયાના ગ્રામજનોનો ચૂંટણીનો બહિષ્કાર  જાણો કેમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચુકી છે ત્યારે  ધનસુરા (Dhansura) તાલુકાના ખિલોડીયા ગામે રસ્તા પર ડામરનું કામ કરવામાં ના આવતાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.  
રસ્તો બિસ્માર હાલતમાં
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામા આવેલા અલ્વા ખિલોડીયા થઇ વડાગામ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તા ઉપર છેલ્લા એક વર્ષથી ડામર રોડનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. આ કામને પૂર્ણ કરવાના વર્ક ઓર્ડરની મુદત  ૧૬ મેના દિવસે પૂર્ણ થઇ છે. તેમ છતાં આ રોડનું કામ પૂર્ણ નહિ કરવામાં આવતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. જેથી ગ્રામજનોએ કંટાળી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

રાજકીય પક્ષોને ગામમાં જવાની મનાઇ
 ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર સાથે ગામમાં રાજકીય પક્ષોએ આવવું નહિ તે પ્રકારે બેનર સાથે વિરોધ વ્યક્ત કર્યો છે.
લોકોનો રોષ 
રાજનેતાઓ દ્વારા વચનો આપીને કામ ન કરવાના વલણના કારણે જનતા પરેશાન થઇ જાય છે. વારંવાર રજૂઆતો કર્યા પછી પણ જ્યારે કામો ના થાય ત્યારે લોકો ચૂંટણી ટાણે પોતાનો રોષ વ્યક્ત કરે છે. ચૂંટણી સમયે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન પણ કરે છે કાં તો પોતાના ગામમાં પ્રચાર કરવા ના આવવાનું પણ એલાન કરાય છે. 
Advertisement
Tags :
Advertisement

.