ગુજરાતની ચૂંટણીનું એલાન ટૂંક સમયમાં, હિમાચલ સાથે જ મતગણતરી યોજાય તેવી શક્યતા
ચૂંટણી પંચ (EC) ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ચૂંટણીની તારીખો જાહેર કરશે. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે, જે 4 ડિસેમ્બરે સમાપ્ત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલ સાથે જ ગુજરાતની પણ મતગણતરી થઈ શકે છે. જો કે ગુજરાત વિધાનસભાનું સત્ર આવતા વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે, પરંતુ હિમાચલ પર તેની અસર ન થાય તે માટે રાજ્યમાં સમય પહેલા ચૂંટણી પૂર્à
ચૂંટણી પંચ (EC) ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ચૂંટણીની તારીખો જાહેર કરશે. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે, જે 4 ડિસેમ્બરે સમાપ્ત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલ સાથે જ ગુજરાતની પણ મતગણતરી થઈ શકે છે. જો કે ગુજરાત વિધાનસભાનું સત્ર આવતા વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે, પરંતુ હિમાચલ પર તેની અસર ન થાય તે માટે રાજ્યમાં સમય પહેલા ચૂંટણી પૂર્ણ થઈ જશે. ગુજરાતમાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
હિમાચલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો
હિમાચલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. છેલ્લા 37 વર્ષથી હિમાચલમાં દર પાંચ વર્ષે ભાજપ કે કોંગ્રેસની સરકારો બની રહી છે. પરંતુ આ વખતે ભાજપ સામે પડકાર આ ટ્રેન્ડને ખતમ કરવાનો છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાએ મોરચો સંભાળ્યો છે.
હિમાચલમાં કોઇ ચહેરો નહીં
આ વખતે હિમાચલ પ્રદેશની ચૂંટણી દિગ્ગજ ચહેરાઓ વગર યોજાશે. કોંગ્રેસના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહનું નિધન થઈ ગયું છે, જ્યારે રાજ્યની સત્તા સંભાળી ચૂકેલા ભાજપના શાંતા કુમાર વૃદ્ધાવસ્થાના કારણે રાજકારણથી અંતર બનાવી રહ્યા છે. બીજી તરફ, પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધૂમલ, જે ગત ચૂંટણી દરમિયાન ભાજપનો ચહેરો હતા, તેઓ હારને કારણે રેસમાંથી બહાર થઈ ગયા છે.
ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી
2017માં ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો અનુક્રમે 13 ઓક્ટોબર અને 25 ઓક્ટોબરના રોજ જાહેર કરી હતી. આ વખતે હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરે ચૂંટણી યોજાશે, જ્યારે ગુજરાતની તારીખો હાલમાં જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. એટલું ચોક્કસ છે કે 5થી 14 ડિસેમ્બર વચ્ચે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે અને બંને રાજ્યોમાં મતગણતરી 18 ડિસેમ્બરે થશે.
ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે શિયાળાની ઋતુમાં ચૂંટણી યોજી શકાતી નથી. ગુજરાતના કિસ્સામાં આવો કોઈ પ્રતિબંધ નથી. 2017માં બંને રાજ્યોની ચૂંટણીની તારીખો અલગ હતી કારણ કે ગુજરાત સરકારે ભારે વરસાદને કારણે રાહત કાર્ય પૂર્ણ કરવા માટે સમય માંગ્યો હતો અને અમે એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ આદર્શ આચાર સંહિતા 46 દિવસથી વધુ ન વધે.
Advertisement