Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગરમાં શિક્ષણ કોન્ફરન્સ, મનીષ સિસોદીયા અને જીતુ વાઘાણી હસતા ચહેરે એક સાથે હાજર

ગાંધીનગરમાં આજથી બે દિવસ માટે શિક્ષણ કોન્ક્લેવનો પ્રારંભ થઇ રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત દેશભરમા વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવો હાજર રહ્યા છે. શિક્ષણના મુદ્દે આમને સામને રહેલા દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કોન્ફરન્સ પૂર્વે એકબીજા સાથે હસતા ચહેરે જોવા મળ્યા હતા. બંને એક àª
ગાંધીનગરમાં શિક્ષણ કોન્ફરન્સ  મનીષ સિસોદીયા અને જીતુ વાઘાણી હસતા ચહેરે એક સાથે  હાજર
ગાંધીનગરમાં આજથી બે દિવસ માટે શિક્ષણ કોન્ક્લેવનો પ્રારંભ થઇ રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત દેશભરમા વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવો હાજર રહ્યા છે. શિક્ષણના મુદ્દે આમને સામને રહેલા દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કોન્ફરન્સ પૂર્વે એકબીજા સાથે હસતા ચહેરે જોવા મળ્યા હતા. બંને એક જ બસમાં બેસીને કોન્ફરન્સ સ્થળે આવ્યા હતા, 
ગાંધીનગર મહાત્મા મંદિરમાં આજથી શિક્ષણ મંત્રીઓ અને સચિવો કક્ષાની શિક્ષણ કોન્ક્લેવનો પ્રારંભ થયો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અધિકારીઓ પણ હાજર રહ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ સચિવ પણ તેમાં હાજર રહ્યા છે. 
આ કોન્ફરન્સમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા સહિત દિલ્હીના અધિકારીઓ પણ ભાગ લેવા ગાંધીનગર આવી પહોંચ્યા છે. તેમનું રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
એક તરફ શિક્ષણના મુદ્દે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે સોશિયલ મીડિયામાં વોર ચાલી રહ્યું છે ત્યારે બંને શિક્ષણ મંત્રી હસતા ચહેરે એક સાથે જોવા મળ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે 6 મહિનાનો સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો વિવિધ મુદ્દાને લઇને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના શિક્ષણને મુદ્દો બનાવાઇ રહ્યો છે અને બંને રાજ્યોના શિક્ષણ મંત્રી એકબીજાની શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર કરાઇ રહ્યા છે. 
રાજ્યની સ્કૂલો અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે મનીષ સિસોદીયા અને આમ આદમી પાર્ટી દ્વારા મુદ્દો બનાવાઇ રહ્યો છે અને દિલ્હીના શિક્ષણ મોડેલને ગુજરાતમાં લાગુ કરવાની વાતો કરાઇ રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા પણ દિલ્હીની સ્કુલોની દશા વિશે વીડિયો જારી કરીને શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નો પૂછાઇ રહ્યા છે. 
શિક્ષણના મુદ્દે બંને રાજ્યોના શિક્ષણ મંત્રી તથા ભાજપ અને આપના નેતાઓ આમને સામને આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી શિક્ષણ કોન્ફરન્સમાં મનીષ સિસોદીયા અને જીતુ વાઘાણી એક સાથે જોવા મળ્યા હતા અને હસતા ચહેરે જોવા મળ્યા હતા. 
બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં શિક્ષણના વિવિધ મુદ્દા પર ચર્ચા થશે તથા શિક્ષણ મંત્રીઓ ગાંધીનગર સ્થિત ચાર શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત પણ લેશે. 
Advertisement
Tags :
Advertisement

.