માતાનું અપમાન ના કરો, ગુજરાતની જનતા તમને મુંહતોડ જવાબ આપશે: અનુરાગ ઠાકુર
ગુજરાત ભાજપ (BJP) દ્વારા શરુ કરાયેલી ગુજરાત ગૌરવ (Gaurav Yatra) યાત્રા શનિવારે સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રા ખાતે પહોંચી હતી. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને પુરસોત્તમ રુપાલા સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે ગુજરાતનો ભરોસો અકબંધ રહેશે તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. સુરેન્દ્રનગર ખà
07:08 AM Oct 15, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત ભાજપ (BJP) દ્વારા શરુ કરાયેલી ગુજરાત ગૌરવ (Gaurav Yatra) યાત્રા શનિવારે સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રા ખાતે પહોંચી હતી. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને પુરસોત્તમ રુપાલા સહિતના ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે ગુજરાતનો ભરોસો અકબંધ રહેશે તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.
સુરેન્દ્રનગર ખાતે પહોંચી ભાજપની ગૌરવ યાત્રા
સુરેન્દ્રનગર ખાતે પહોંચેલી ભાજપની ગૌરવ યાત્રામાં શનિવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા. ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં અનુરાગ ઠાકુરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફરી એક વાર ગુજરાતનો ભરોસો અકબંધ રહેશે. તેમણે કહયું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે. જ્યારે ગુજરાતની વાત થાય ત્યારે ભાજપના વિકાસના મોડલની વાત થાય છે. ગુજરાતે આપેલા નેતૃત્વની વાત થાય. ગુજરાત ગૌરવ યાત્રાની વાત થાય.સરદાર પટેલથી નરેન્દ્ર મોદી સુધીની વાત થાય. દરેક ક્ષેત્રમાં ગુજરાત નંબર વન બન્યું છે. નંબર વન બનવાની આદત પડે ત્યારે નરેન્દ્ર મોદી જેવો નેતા દેશનો નહીં પણ દુનિયાનો લોકપ્રીય નેતા બને છે.
આપ પર પ્રહાર
તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો કે દિલ્હીના રસ્તા ખરાબ છે. મહોલ્લા ક્લિનીક ખરાબ છે. શરાબ ગોટાળો કર્યો છે. પંજાબમાં સરકાર બનતાં જ હત્યાઓ થઇ છે. મંત્રીને ભ્રષ્ટાચારમાં રાજીનામું આપ્યું. તો મોડેલ ક્યાં છે.
ગુજરાતની જનતા મુંહતોડ જવાબ આપશે
અનુરાગ ઠાકુરે એક વાતચીતમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાના વિવાદીત નિવેદનો અંગે કહ્યું કે તેઓ વડાપ્રધાન સામે સીધી રીતે લડી શકતા નથી એટલે તેમની માતા વિરુદ્ધ આવા શબ્દો બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની પર ગુજરાતની જનતા થૂ થૂ કરે છે. વૃદ્ધ માતાનો રાજકારણથી કોઇ સંબંધ નથી. તેમનો એક માત્ર વાંક છે કે ગુજરાતની જનતાએ તેમના પુત્રને દેશનો નેતા બનાવ્યો અને દેશનો પ્રધાન સેવક બનાવ્યો. નરેન્દ્ર મોદીનો મુકાબલો તમે ફિલ્ડમાં કરી શક્તા નથી. યુપીમાં ઉત્તરાખંડ અને મણિપુર અને ગોવામાં તમારી હાર થઇ. જો તમે હારને પચાવી શકતા નથી તો મહિલાઓ અને માતાઓનું અપમાન ના કરો. ગુજરાતની જનતા મુંહતોડ જવાબ આપશે.
મારો રોલ કાર્યકર્તાનો
હિમાચલ પ્રદેશની પણ ચૂંટણીનું એલાન થઇ ચુક્યું છે ત્યારે હિમાચલમાં તેમની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી તેમનો રોલ એક કાર્યકર્તાનો રહેશે. ગુજરાતમાં અમે વિકાસ અને વિશ્વાસ અને ડબલ એન્જિન સરકારનું મોડલ લઇને જઇશું. હિમાચલ તો મોદીજીનું બીજુ ઘર છે. ત્યાં પહેલા જીતીશું અને પછી પહેલા ઘર ગુજરાતમાં કમલ ખીલાવીશું.
ગુજરાતના વિકાસનું મોડલ સમગ્ર વિશ્વમાં વિખ્યાત
દરમિયાન ગુજરાત ગૌરવ યાત્રા શનિવારે સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રા ખાતે પહોંચી હતી, જ્યાં તેમની જંગી જાહેરસભા યોજાઇ હતી. અનુરાગ ઠાકુરે જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું કે કોરોનામાંથી લોકોને બચાવાનું કામ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતની ધરતીને નમન છે. ગુજરાતની ભુમિએ સરદાર પટેલ સહિતના અનેક મહાન નેતાઓ આપ્યા છે. ગુજરાતના વિકાસનું મોડલ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે.
તેમણે કહ્યું કે અગાઉ ગુજરાતમાં ખુલ્લી છુટ હતી પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા અને બધાજ તોફાનો પર લગામ લગાવી હતી. સાંસ્કૃતિક ધરોહરને બચાવાનું કામ ભાજપ સરકારે કર્યું છે.
ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં નંબર 1
તેમણે કહ્યું કે ગુજરાતમાં એટલા કમળ ખીલવવાના છે કે પુરો દેશ યાદ કરે. ડબલ એન્જિન સરકારનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં નંબર 1 છે.
કેજરીવાલ સરદાર દારુ ગોટાળામાં મુખ્ય આરોપી
તેમણે કેજરીવાલનું નામ લીધા વગર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા કે જે કહે છે કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે તે મહિલાઓનું સન્માન જાળવી શકતા નથી. કેજરીવાલ સરદાર દારુ ગોટાળામાં મુખ્ય આરોપી છે.
Next Article