આપના મોબાઇલ પર વડાપ્રધાનનો કૉલ આવે તો ચોંકી ના જતા !
ચૂંટણીનો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે. ચૂંટણીના માહોલમાં થોડો વધુ ગરમાવો આવે તે માટે તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કઈ રીતે જનતા સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે રાજકીય પક્ષો નિતનવા પ્રયોગો કરે છે. ત્યારે ભાજપ દ્વારા આવો જ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ભાજપે પ્રધાનમંત્રીની ગુજરાતને લગતી એક ઓડિયો ક્લિપ બનાવી છે. આ ઓડિયો ક્લિપ ફોન કૉલ સ્વરૂ
ચૂંટણીનો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે. ચૂંટણીના માહોલમાં થોડો વધુ ગરમાવો આવે તે માટે તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કઈ રીતે જનતા સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે રાજકીય પક્ષો નિતનવા પ્રયોગો કરે છે. ત્યારે ભાજપ દ્વારા આવો જ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ભાજપે પ્રધાનમંત્રીની ગુજરાતને લગતી એક ઓડિયો ક્લિપ બનાવી છે. આ ઓડિયો ક્લિપ ફોન કૉલ સ્વરૂપે લોકોને સંભળાવવામાં આવી રહી છે.
કેવીરીતે ફોન કૉલ થી પ્રચાર ?
વિચારો કે તમારા ફોનની રીંગ વાગે છે. તમે ફોન રિસીવ કરો છો, અને ફોન રીસિવ કરતાની સાથે જ તમને પ્રધાનમંત્રીનો અવાજ સંભળાય.. જેમાં પ્રધાનમંત્રી કહેતા હોય કે
" ગુજરાત અને ભાજપનો અતૂટ સંબંધ અતૂટ છે અને આ સંબંધ માત્ર રાજકારણનો નથી. આ તો દિલનો પ્રેમ છે. પોતીકાપણું છે, જેણે આ કમળને હંમેશા ખીલેલું રાખ્યું છે. પરસેવો પાડીને ખીલતું રાખ્યું છે." 27 સેકન્ડની આ ઓડિયો ફાઈલમાં પ્રધાનમંત્રી લોકો સુધી કમળને ખીલવવાની વાત સમજાવે છે. આ ઓડિયો મેસેજ ખૂબ જ ઝડપથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ મનાઈ રહ્યો છે
કોને -ક્યારે આવશે કૉલ ?
ભાજપ દ્વારા આ ફોન કૉલ માટે એક સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. જે અંતર્ગત ભાજપના 1 કરોડ 35 લાખ પ્રાથમિક સદસ્યોને આ ફોન કૉલ આવશે. પરંતુ જ્યાં પ્રધાનમંત્રી રોડ શો કે પછી સભા કરવાના છે ત્યાંના સ્થાનિકોને સૌથી પહેલા કૉલ જશે. આજે પ્રધાનમંત્રીનો વાપીમાં રોડ શો છે અને વલસાડમાં સભા છે. તેથી તે વિસ્તારના લોકોને સૌથી પહેલો કૉલ જશે. ત્યારબાદ ક્રમશઃ જે તે સભા વિસ્તારના લોકોને ફોન કૉલ કરાશે. બાકી રહેલા મતદારોને બાદમાં પ્રધાનમંત્રીના આ પ્રકારના ફોન કૉલઆવશે.
પ્રચાર પ્રસારનો નવો અભિગમ
20 મી સદીમાં ચૂંટણી થતી તે સમયે પ્રચાર પ્રસારની પદ્ધતિ અલગ હતી. તે સમયે પ્રચાર માટે દીવાલો પર પક્ષના સિમ્બોલ સાથે સ્લોગન લખવામાં આવતા. છાપાઓમાં સમાચાર દ્વારા પ્રચાર થતો. રિક્ષા ઉપર માઇક લગાવી પ્રચાર કરવામાં આવતો હતો. હવે 21મી સદીના યુગમાં પ્રચાર અને પ્રસારની રીત બદલાઈ છે. આજે પ્રચાર પ્રસાર માટે સોશ્યલ મીડિયા સૌથી મોટું માધ્યમ માનવામાં આવે છે ત્યારે આ પ્રકારના ફોન કૉલ પણ પ્રચારનું ઝડપી અને સચોટ માધ્યમ બન્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement