Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્યાંક મતદાન મથક પર કેક કપાઈ તો, ક્યાંક બળદ ગાડામાં લોકો આવ્યા મતદાન કરવા, જાણો મતદારોમાં કેવો છે ઉત્સાહ

જુનાગઢના માખીયાળા ગામે એનિમલ બૂથજેતપુરમાં મતદાન મથક પર જન્મદિવસ ઉજવાયો4 વર્ષના બાળકમાં દેખાયો ઉત્સાહગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujrat Elections 2022) પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે નાની મોટી ઘટનાઓ બાદ કરતા ક્યાંક કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યાં છે ત્યારે અનેક એવા મતદાન મથકોમાં લોકશાહીના આ પર્વની ઉજવણીને લઈને વિવિધતા જોવા મળી
10:28 AM Dec 01, 2022 IST | Vipul Pandya
  • જુનાગઢના માખીયાળા ગામે એનિમલ બૂથ
  • જેતપુરમાં મતદાન મથક પર જન્મદિવસ ઉજવાયો
  • 4 વર્ષના બાળકમાં દેખાયો ઉત્સાહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujrat Elections 2022) પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે નાની મોટી ઘટનાઓ બાદ કરતા ક્યાંક કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યાં છે ત્યારે અનેક એવા મતદાન મથકોમાં લોકશાહીના આ પર્વની ઉજવણીને લઈને વિવિધતા જોવા મળી હતી.
જુનાગઢ: એનિમલ બૂથ
જૂનાગઢ (Junagadh) વિધાનસભા બેઠકના માખીયાળા ગામે એનિમલ બુથ ઉભું કરવામાં આવ્યું છે. દેશમાં સૌપ્રથમ વખત ચૂંટણી દરમિયાન એનિમલ બુથ કાર્યરત કરાયું હોય તેવું બન્યું છે. ગ્રામ્ય પંથકના મતદારો મતદાન સાથે પોતાના પશુઓને સારવાર અને રસીકરણ કરાવી શકે તેવા હેતુથી મતદારોમાં જાગૃતિ આવે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખો પ્રયોગ કરાયો છે. જેમાં મતદાન કરવા આવતાં મતદારો એનિમલ બુથ પર પોતાના પશુઓને સાથે લાવી તેની સારવાર, રસીકરણ નિઃશુલ્ક કરાવી શકે છે. તંત્રના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આશરે 130થી વધુ પશુઓની નિઃશુલ્ક સારવાર રસીકરણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જેતપુર: મતદાન મથક પર જન્મદિવસની ઉજવણી
જેતપુર (Jetpur) વિધાનસભામાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે જેતપુરના નવાગઢમાં યુવકે અનોખી રીતે લોકશાહીનું મહાપર્વની ઉજવણી કરી હતી. અહીં વિનીત ઠુમર નામના યુવકે આજે પહેલું મતદાન તેમજ તેમના બર્થ-ડેની અનોખી રીતે ઉજવણી કરી હતી. યુવકે પોલિંગ બૂથ ઉપર રોકાયેલા કર્મચારીઓ સાથે કેક કટીંગ કરી લોકશાહીનું મહાપર્વની ઉજવણી કરી હતી.
સાવરકુંડલા : બળદ ગાડામાં મતદાન
અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ખાતે બળદ ગાડામાં ખેડૂતો મતદાન કરવા નીકળ્યા હતી. બળદ ગાડામાં ખેડૂતો 'જય જવાન, જય કિસાન'ના નારાઓ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.  ખેડૂત નેતા મહેશ ચોડવડીયા સહપરિવાર બળદ ગાડામાં મતદાન મથકે પહોચ્યા હતા.
વઢવાણ : વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો
સુરેન્દ્રનગર (Surenrdanagar) જિલ્લાની વઢવાણ વિધાનસભા બેઠક માટે વરરાજાએ લગ્નના દિવસે મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લીંબડી પરશુરામ ધામ ખાતેથી માંડવાની વિધિ પૂર્ણ કરી જાન પ્રસ્થાન થાય તે પહેલાં વઢવાણ કોમર્સ કોલેજ ખાતે વરરાજા યુવક સોહમ દવેએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. લગ્ન પહેલા મતદાનની ફરજ નિભાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બોટાદ : વરરાજાએ મતદાન કર્યું
બોટાદના (Botad) મંગળપરા વિસ્તારમાં  વરરાજાએ વિનાયક મિયાણી નામના વરરાજાએ મતદાન કર્યું હતું. મતદાન મથકે ઢોલ નગારા સાથે પોતાના પરિવાર અને મિત્રો અને પડોસીઓ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને તેમણે અન્ય લોકોને પણ કરી મતદાન કરવાની અપીલ કરી હતી.
બોટાદ : દુલ્હને કર્યું મતદાન
તો બીજી તરફ બોટાદમાં દુલ્હને મતદાન  કર્યું હતું. કૃપાબા ધાધલએ પ્રભુતામાં પગલાં પાડતાં પહેલા મતદાન કર્યું. લગ્ન પહેલાં સૌપ્રથમ વખત મતદાન કરતા શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી ખુશી હોવાનું જણાવ્યું.
મોરબી : શતાયું મતદારનું મતદાન
મોરબીના (Morbi) મહેન્દ્રનગરમાં સદી વટાવી ચૂકેલા કેશરબેને મતદાન કર્યું. 100 વર્ષના કેશરબેન અને તેમના દિવ્યાંગ પુત્રી  છબીબેન મેરજાએ વ્હીલચેરમાં આવી મતદાન કર્યું. મતદાન કરતા સમયે કેશરબેને કહ્યું, ભાઈ જો મારે સો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા આવું છું. દિવ્યાંગ પુત્રી છબીબેન મેરજાએ પણ કહ્યું કે, તકલીફ હોય તો શું થયું મતદાન તો કરવું જ જોઈએ.
સુરત : 4 વર્ષના બાળકમાં દેખાયો ઉત્સાહ
સુરતના (Surat) રાંદેર વિસ્તારની શાળાના મતદાન મથક પર એક ચાર વર્ષનો બાળક આકર્ષણનું કેન્દ્ર બન્યો. આર્મીના કપડામાં સ્વયમ પટેલ નામનો બાળક આર્મી જવાનો સાથે સુરક્ષામાં જોડાયો. સ્વયમે આર્મીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી તો સાથે જ મતદાન જાગૃતિ અંગે નો મેસેજ પણ આપી રહ્યો છે.
આ પણ વાંચો - અઢી વર્ષના બાળકને સાથે રાખી ચૂંટણીની ફરજ બજાવતી કોન્સ્ટેબલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
diversityFirstPhaseGujaratGujaratAssemblyPollsGujaratElections2022GujaratFirst
Next Article