Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિગ્વિજયસિંહનો શિવરાજસિંહને વળતો જવાબ, કહ્યું શિવરાજ સિંહ પોતેજ સૌથી મોટા બગલા ભગત

દિગ્વિજયસિંહે કહ્યું કે શિવરાજસિંહ પોતેજ સૌથી મોટા બગલા ભગત  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવી પ્રચારને વેગવંતો બનાવી રહ્યા છે.. દરમ્યાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વડોદરાની મુલાકાત લીધી હતી.. જે દરમ્યાન તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું..તેમણે કમલનાથને બગલા ભગત કહેનાર શિવરાજસિંહ ચૌહાણ પર નિશાન સàª
દિગ્વિજયસિંહનો શિવરાજસિંહને વળતો જવાબ  કહ્યું શિવરાજ સિંહ પોતેજ સૌથી મોટા બગલા ભગત
દિગ્વિજયસિંહે કહ્યું કે શિવરાજસિંહ પોતેજ સૌથી મોટા બગલા ભગત 
 ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવી પ્રચારને વેગવંતો બનાવી રહ્યા છે.. દરમ્યાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે વડોદરાની મુલાકાત લીધી હતી.. જે દરમ્યાન તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું..તેમણે કમલનાથને બગલા ભગત કહેનાર શિવરાજસિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું .. તેમણે કહ્યું કે સૌથી મોટા બગલા ભગત શિવરાજસિંહ પોતે છે. કમલનાથની કેક કોન્ટ્રાવર્સી પર જવાબ આપતા તેમણે શિવરાજસિંહને વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભાજપના નેતા ઉમા ભારતીએ મંદિરમાં ઇંડાવાળી કેસ પ્રસ્તુત કરી હતી ત્યારે ભાજપ કેમ ચૂપ હતું..
દિગ્વિજય સિંહે ભાજપ પર સાધ્યું નિશાન 
દિગ્વિજય સિંહે ભાજપ પર નિશાન સાધતા વધુમાં કહ્યું હતું કે ભાજપે પાંચ વર્ષ સુધી માત્ર  ભ્રષ્ટાચાર આચર્યો છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ ચૂંટણી ટાણે જ દેખાય છે. પાંચ વર્ષ સુધી સૂતા રહે છે અને ચૂંટણીમાં જાગે છે. કોંગ્રેસ પાર્ટીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એકતા  અને  સાંપ્રદાયિક સદભાવની વિચારધારા ધરાવતી પાર્ટી છે. 
રાહુલ ગાંધી ગુજરાતમાં કરશે પ્રચાર 
મહત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવશે.. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં અનેક સભાઓ ગજવશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.