Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા ભાજપના ક્યા નેતા સાથે જોવા મળ્યા? જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે રાજકારણમાં અનેક ઉથલ પાથલો જોવા મળી રહી છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા ભાજપના નેતા જયેશ રાદડીયા સાથે જોવા મળતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવી રહ્યો છે.ગુજરાતમાં આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે અને કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા પણ ભાજપમાં જોડાશે કે કેમ તેની અટકળો ચાલી રહ
05:39 AM Sep 18, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે રાજકારણમાં અનેક ઉથલ પાથલો જોવા મળી રહી છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા ભાજપના નેતા જયેશ રાદડીયા સાથે જોવા મળતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવી રહ્યો છે.
ગુજરાતમાં આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે અને કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા પણ ભાજપમાં જોડાશે કે કેમ તેની અટકળો ચાલી રહી છે. અવાર નવાર આ પ્રકારના અહેવાલો બહાર આવતા રહે છે પણ લલીત વસોયા તેનો ઇન્કાર કરતા રહે છે. 
દરમિયાન ધોરાજીમાં વેલકમ નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજી રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટમાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના બે વર્ષ બાદ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેલકમ નવરાત્રી કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા ફરી એકવાર સાથે દેખાયા હતા જેથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. 
ઉલ્લેખનીય છે કે ધોરાજીના ધારાસભ્ય અવાર નવાર ભાજપના નેતાઓ સાથે જોવા મળે છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ફરી એક વાર લલીત વસોયા વેલકમ નવરાત્રીના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સાથે જોવા મળ્યા હતા જેથી ફરીથી અનેક અટકળો શરુ થઇ હતી.  
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય સાથે ફરી દેખાતા શું લલિત વસોયા કેસરીયો ધારણ કરશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.  જો કે લલીત વસોયાએ આ મામલે કહ્યું કે તેઓ નવરાત્રીના કાર્યક્રમમાં ગયા હતા. તેમના જવાબમાં તેમની અકળામણ પણ જોવા મળતી હતી.
Tags :
BJPCongressGujaratFirstLalitVasoya
Next Article