ગુજરાતની ચૂંટણીમાં ચાર્ટર્ડ પ્લેનની માંગ વધી, તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત બતાવવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં 1લી અને 5મી ડિસેમ્બરના રોજ બે તબક્કાની ચૂંટણી છે, જેના કારણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ હશે. આ જોતા ચાર્ટર પ્લેનની માંગ વધી છે.ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં, નેતાઓ જનતામાં તેમની હાજરી નોંધાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ માટે ગુજરાતમાં હેલિà
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત બતાવવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં 1લી અને 5મી ડિસેમ્બરના રોજ બે તબક્કાની ચૂંટણી છે, જેના કારણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ હશે. આ જોતા ચાર્ટર પ્લેનની માંગ વધી છે.
ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં, નેતાઓ જનતામાં તેમની હાજરી નોંધાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ માટે ગુજરાતમાં હેલિકોપ્ટર અને ખાનગી જેટની માંગ વધી છે. એક રિપોર્ટ અનુસાર કુલ માંગના 50 ટકા ડિમાંડ માત્ર રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે.
સ્ટેન્ડબાય પર ચાર કે પાંચ વિમાન
ચૂંટણી પ્રચારમાં સમયની મર્યાદાને કારણે, ઘણા નેતાઓ ચૂંટણી પ્રચારમાં આવવા-જવા માટે નિર્ધારિત ફ્લાઇટને બદલે ચાર્ટર જેટનો ઉપયોગ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિને મોટા ભાગના ચાર્ટર પ્લેન રાજકીય નેતાઓ માટે બુક થયા છે. નેતાઓ અઠવાડિયાના પાંચ દિવસ માટે ઓછામાં ઓછા ચાર કલાક માટે ચાર્ટર્ડ પ્લેન ભાડે રાખે છે.
ઘણી પાર્ટીઓએ દિલ્હી કે મુંબઈથી ચાર્ટર બુક કરાવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ, ભાજપ અને AAP જેવા પક્ષો પાસે સામૂહિક રીતે ચાર-પાંચ વિમાન સ્ટેન્ડબાય પર છે, જેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં પ્રવાસ કરવા માટે થાય છે.
15 થી 30 લાખ રૂપિયા ખર્ચ્યા
જો તમે એક દિવસ માટે પણ ચાર્ટર પ્લેન બુક કરાવવા માંગતા હોવ તો 15 થી 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. છેલ્લા બે વર્ષમાં ચાર્ટર્ડ જેટ અને હેલિકોપ્ટરની માંગમાં અચાનક વધારો પ્લેન ભાડે આપતી કંપનીઓ માટે સોનેરી તક લઈને આવ્યો છે. ચાર્ટર્ડ પ્લેનની સંપૂર્ણ બુક થયેલી ઈન્વેન્ટરીને કારણે કંપનીઓ નવા પ્લેન શોધી રહી છે.
આ પણ વાંચો - પાકિસ્તાનની જનતા ક્યારે નથી ઈચ્છતી કે ગુજરાતમાં ભાજપની સરકાર બને : કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement