Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODIનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો તેઓ ક્યાં ક્યાં જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી કેવડિયા (Kevadia)માં મિશન લાઈફ (Mission Life)ની શરૂઆત કરશે. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસ પણ હાજર રહેશે. આજનો દિવસ ગુજરાત માટે ખાસ બનવાનો છે કારણ કે PM મોદી અહીં ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે મજબૂત પગલાં લેવા જઈ રહ્યા છે.ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન કર્યુંચૂંટણીના વર્ષમાં પીએમ મોદી ફરà«
02:40 AM Oct 20, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી કેવડિયા (Kevadia)માં મિશન લાઈફ (Mission Life)ની શરૂઆત કરશે. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસ પણ હાજર રહેશે. આજનો દિવસ ગુજરાત માટે ખાસ બનવાનો છે કારણ કે PM મોદી અહીં ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે મજબૂત પગલાં લેવા જઈ રહ્યા છે.
ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન કર્યું
ચૂંટણીના વર્ષમાં પીએમ મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે છે. બુધવારે તેમણે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ જૂનાગઢ અને રાજકોટનમાં અનેક પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આજે પીએમ કેવડિયામાં
વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ કેવડિયામાં  એકતાનગરમાં મિશન લાઈફનો શુભારંભ કરાવશે તથા UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.  કેવડિયામાં વિદેશ દુતાવાસોના વડાઓની 10મી પરિષદ પણ યોજવામાં આવી છે અને વડાપ્રધાનશ્રી દુતાવાસના વડાઓની પરિષદમાં ભાગ લેશે. હાલ  120 દેશના રાજદૂત એકતાનગર ખાતે ઉપસ્થિત છે.

UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતમાં
UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ ગુજરાતમાં છે. તેઓ કેવડિયામાં મિશન લાઈફ સમારંભમાં હાજરી આપશે અને  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તથા સોલાર પાવર્ડ વિલેજ મોઢેરાની પણ મુલાકાત લેશે 
પીએમ મોદીનું શેડ્યુલ
PM મોદી સવારે 9:45 વાગ્યે કેવડિયામાં મિશન લાઈફની શરૂઆત કરશે. 12 વાગ્યે કેવડિયામાં 10મી કોન્ફરન્સ ઓફ હેડ્સ ઓફ મિશનમાં હાજરી આપશે જેમાં 120 દેશોના રાજદૂતો હાજર રહેશે. આ પછી, તેઓ બપોરે 3.45 વાગ્યે તાપી જિલ્લાના વ્યારા જશે, જ્યાં તેઓ 1970 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

બપોરે તાપી જીલ્લાની મુલાકાતે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વ્યારામાં 1970 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે અને  સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. તેઓ  300 કરોડની જળ પુરવઠા પરિયોજનાનો શિલાન્યાસ કરશે.
આ પણ વાંચો--રાજકોટ ખાતે PMશ્રીએ આ બે નેતાઓ સાથે વિશેષ ચર્ચા કરતા અનેક તર્ક-વિતર્ક
Tags :
GujaratAssemblyElections2022GujaratFirstNarendraModiPMGujaratVisit
Next Article