Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દાહોદ ભાજપ દ્વારા હાઇટેક મોબાઈલ વાનથી થઈ રહ્યો છે પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પ્રચાર જોર શોરમાં થઈ રહ્યો છે. ત્યારે દાહોદ ભાજપે ગુજરાતમાં એક માત્ર એવું હાઈટેક કાર્યાલય ઉભું કર્યું છે.ગુજરાતમાં જ્યારે 150 બેઠકનો લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાની 6 બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે દાહોદ જિàª
06:17 AM Nov 28, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પ્રચાર જોર શોરમાં થઈ રહ્યો છે. ત્યારે દાહોદ ભાજપે ગુજરાતમાં એક માત્ર એવું હાઈટેક કાર્યાલય ઉભું કર્યું છે.
ગુજરાતમાં જ્યારે 150 બેઠકનો લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાની 6 બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા તમામ કામો પણ આ હાઈટેક મોબાઈલ વેનમાં બેસી કરવામાં આવશે. આ મોબાઇલ કાર્યાલયની વિશેષતા એ છે કે, આ કાર્યાલયમાં પ્રચાર પ્રસારની સામગ્રી કોમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર વગેરે આમા જ ઉપલબ્ધ હોય છે. જેથી આ હાઈટેક વેન લઈ અને પ્રચારમાં નીકળેલા વ્યક્તિને અંદર બેઠા બેઠા કામકાજ પણ કરી અને ખેસ ટોપી અને અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે, જેથી અંતરિયાળ ગામોમાં જાય તો તે પ્રચાર સામગ્રીનું વિતરણ પણ એમાંથી થઈ શકે. ગુજરાતનું આ પોતાની શૈલીમાં પહેલું હાઈટેક પ્રચાર પ્રસારનું માધ્યમ છે, જે દાહોદમાં આજથી કાર્યરત છે જે દાહોદ જિલ્લાની દરેક વિધાનસભામાં હાઇટેક ટેકનોલોજીથી સેવાઓ આપશે તેવું ભાજપના મહામંત્રી નરેન્દ્ર સોની જણાવ્યું હતું.
આ પણ વાંચો - ગાંધીનગરમાં પાણી પુરીની લારી ચલાવનાર આ વૃદ્ધ દપત્તિની કહાની સાંભળી ચોંકી જશો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022BJPcampaignElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstHi-TechMobileVans
Next Article