દહેગામની ટિકિટ 1 કરોડમાં વેચાઇ, કામિનીબાનો ગંભીર આરોપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી ચુક્યો છે ત્યારે કોંગ્રેસ (Congress)માં ટિકિટોની વહેંચણીના મુદ્દે કકળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે બુધવારે રાત્રે જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ (Kaminiba Rathod)ની ટિકિટ કપાઇ જતાં તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દરમિયાન , કામિનીબાએ આ મામલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે દહેગામ બેઠકની ટિકિà
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી ચુક્યો છે ત્યારે કોંગ્રેસ (Congress)માં ટિકિટોની વહેંચણીના મુદ્દે કકળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે બુધવારે રાત્રે જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ (Kaminiba Rathod)ની ટિકિટ કપાઇ જતાં તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દરમિયાન , કામિનીબાએ આ મામલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે દહેગામ બેઠકની ટિકિટ રુપિયાથી વેચાઇ છે. ટિકિટ માટે તેમની પાસે 1 કરોડ માગવામાં આવ્યા હોવાનો આરોપ તેમણે લગાવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગેની ઓડીયો ક્લીપ પણ વાયરલ થઇ હતી. જો કે તેમના આરોપ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પ્રહાર કરતાં કહ્યું કે જ્યારે આવી માગ થઇ ત્યારે પક્ષનું ધ્યાન કેમ ના દોર્યું.
કામિનીબાનું પત્તુ કપાયું
વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવનારા ઉમેદવારોના નામ કપાય ત્યારે બળવાખોરીનો માહોલ જોવા મળે છે. ગુજરાત કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડનું પત્તુ કપાઇ ગયું હતું. ત્યારબાદ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. જેમાં કામિની બા સહિ ત્રણ વ્યક્તિઓ વચ્ચે વાતચીત થતી હોવાનું અને તેમાં ટિકિટ માટે પૈસાની માગ કરાઇ હોવાનો આરોપ લગાવાયો હતો.
કામિનીબાના ગંભીર આરોપ
કામિનીબા રાઠોડે આ મામલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે દહેગામની ટિકિટ રુપિયાથી વેચાઇ છે અને તેમની પાસે 1 કરોડ રુપિયાની માગ કરાઇ છે. તેમણે કહ્યું કે જો મે આ માગ સંતોષી હોત તો મને આજે ટિકિટ મળી હોત. હું આરોપ લગાવું છું ત્યારે મને ભાન છે. હું ફર્સ્ટ નંબર હતી. મે પુછ્યું ત્યારે જણાવામાં આવ્યું કે પ્રદેશ પ્રમુખની હઠના કારણે બેન તમને ટિકિટ નહી મળે. પ્રદેશ પ્રમુખનો ક્વોટા હોય છે અને તે જેની પર આંગળી મુકે તેને ટિકીટ મળે છે પણ આજે મને દુખ છે કે હું પક્ષ સાથે વફાદાર રહી, મહિલા કોંગ્રેસમાં આક્રમક કાર્યક્રમો કર્યા. પક્ષના નેતાઓએ પણ તે જોવું હતું. મને સતત પ્રેશર હતું બેન તમે 1 કરોડ જમા કરાવો. આ સિસ્ટમ થઇ ગઇ છે તેમ કીધું. આ સિસ્ટમ કોણે બનાવી છે તે સવાલ છે.
મારી પાસે રેકોર્ડીંગ છે
તેમણે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે દુખ થાય છે કે મહિલા સાથે પક્ષે આવુ વર્તન કર્યું છે. પહેલા 1 કરોડ માગ્યા પછી 70 લાખ માગ્યા અને પછી કહ્યું કે 50 લાખમાં ડન કરો અને જે માગ કરવામાં આવી છે તેનું રેકોર્ડીંગ છે અને મને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પૈસા નહી આપો ત્યાં સુધી ટિકિટ ફાયનલ નહી થાય. જે સીટો ડિસ્પ્યુટવાળી છે તેમાં અમારી વાટાઘાટો ચાલી રહી છે. તેમાં તમે પૈસા આપશો તો જ તમારુ નામ ફાયનલ થશે. મે 21 કરોડ ઠુકરાવ્યા છે અને આજે આ જ પક્ષે મને ટિકીટ આપવા પૈસાની માગ કરી છે અને આ ટિકિટ વેચી છે. કોંગ્રેસમાં વેચાણનો ધંધો ચાલું થયો છે. ભાવિન નામના શખ્સે મારી સાથે આ વાતચીત કરી હતી. પક્ષનું મોવડી મંડળ આ બાબતે ધ્યાન આપે. પ્રદેશ પ્રમુખની જીદના કારણે અન્યાય થયો છે. 2010થી પક્ષ સાથે વફાદારીથી કામ કર્યું છે. આજે વિશ્વાસમાં લીધા વગર આ કામ થયું છે.
જગદીશ ઠાકોરનો પલટવાર
કામિની બાના આરોપ સામે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પણ વાર કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે આવી માગ થઇ ત્યારે પક્ષનું ધ્યાન કેમ ન દોર્યું?'. તેમણે કહ્યું કે કામિની બા ટિકિટ ન મળવાની હતાશામાં આરોપ કરી રહ્યા છે. કોંગ્રેસે તમને મોટા કર્યાં અને કોંગ્રેસે તમને આગેવાન બનાવ્યાં' છે. તેમણે કહ્યું કે કામિની બાએ મને મળવું જોઈએ, રજૂઆત કરવી જોઈએ. જગદીશ ઠાકોરે એમ પણ કહ્યું કે કામિની બા ખોટું બોલતા હોય તો માનહાનિની તૈયારી રાખે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement