Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મતદાનનું કાઉન્ટ ડાઉન શરુ, દિવ્યાંગો માટે પણ ઉભા કરાયા ખાસ બુથ

સુરત શહેર-જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં દિવ્યાંગ મતદારો માટે ખાસ આયોજનદિવ્યાંગો માટે સ્પેશ્યલ મતદાન મથક ઉભા કરાશેમતદાન મથકના તમામ કર્મચારીઓ પણ દિવ્યાંગ મુકવામાં આવશેગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે 1લી ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સુરત (Surat) શહેર-જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં દિવ્યાંગ મતદારો માટે ખાસ આયà
મતદાનનું કાઉન્ટ ડાઉન શરુ  દિવ્યાંગો માટે પણ ઉભા કરાયા ખાસ બુથ
  • સુરત શહેર-જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં દિવ્યાંગ મતદારો માટે ખાસ આયોજન
  • દિવ્યાંગો માટે સ્પેશ્યલ મતદાન મથક ઉભા કરાશે
  • મતદાન મથકના તમામ કર્મચારીઓ પણ દિવ્યાંગ મુકવામાં આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે 1લી ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સુરત (Surat) શહેર-જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં દિવ્યાંગ મતદારો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિવ્યાંગો માટે સ્પેશ્યલ મતદાન મથક ઉભા કરાશે. આ મતદાન મથકની ખાસિયત એ છે કે મતદાન મથકના તમામ કર્મચારીઓ પણ દિવ્યાંગ મુકવામાં આવશે

દિવ્યાંગ કર્મચારીઓની જ નિમણુક 
વિધાનસભાની ચૂંટણીમાં મતદાતાઓને રીઝવવા સાથે દિવ્યાંગ મતદારો માટે પણ અનોખા આયોજન કરવામાં આવી રહ્યા છે. તમામ 182 વિધાનસભામાં દિવ્યાંગ મતદારો ના મતદાન મથકો ખાતે સ્પેશ્યલ વ્યવસ્થા ઉભા કરવાનું આયોજન કરાયુ છે. દિવ્યાંગ મતદાન મથકોમાં પોલીંગ સ્ટાફ, પ્રિસાઈડીંગ ઑફિસર અને પોલીંગ ઓફિસર તરીકે તથા પોલીંગ દિવ્યાંગ અધિકારી-કર્મચારીઓની નિયક્તિ કરવામાં આવી છે.
દિવ્યાંગ મતદારોનો ઉત્સાહ વધારવા સ્પેશ્યલ મતદાન મથકોની વ્યવસ્થા 
સુરત સહિત જિલ્લામાં દિવ્યાંગ મતદાન મથકો તૈયાર કરાશે જેમાં ઓલપાડ વિધાનસભામાં સોંદલાખારા ગામમાં, માંગરોળમાં મોસાલી, માંડવીમાં વરઝાખણ ગામ, કામરેજ વિધાનસભામાં વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં, સુરત પૂર્વ વિધાનસભામાં નાનપુરામાં જીવનભારતી હાયર સેકન્ડરી સ્કુલ, સુરત ઉત્તર વિધાનસભામાં કતારગામ ખાતે સુમન હાઈસ્કુલમાં બુથ નં.૨૩, વરાછા વિધાનસભામાં કાપોદ્રાની સાધના વિદ્યાલય પ્રાઈમરી શાળા , કરંજ વિધાનસભામાં નવચેતન વિદ્યાલય, લિંબાયત વિધાનસભામાં ડુંભાલ ખાતે શારદા વિદ્યાલયમાં, ઉધના વિધાનસભા બેઠકમાં શારદા વિદ્યાલય આર.એન.નાયક બુથ નં.૮૫ ઉપરાંત મજુરા વિધાનસભામાં અઠવાલાઈન્સ ખાતે લૂઝ કોન્વેન્ટ શાળામાં બુથ નં.૮, કતારગામ વિધાનસભામાં સિંગણપુર ખાતે નગર પ્રાથમિક શાળામાં બુથ નં.૬૮,  સુરત પશ્ચિમ વિધાનસભામાં જહાંગીરાબાદ ખાતે પોદાર ઈન્ટરનેશનલ શાળામાં બુથ નં.૨૧, ચોર્યાસી વિધાનસભામાં વેસુ ખાતે હિલ્સ હાઈસ્કૂલમાં તથા બારડોલી વિધાનસભામાં ખોજ ગામે ખોજપારડી પ્રાથમિક શાળા અને મહુવા વિધાનસભામાં કાછલ ગામે પ્રાથમિક શાળામાં બુથ નં.૧૭૨ માં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
આ તમામ મતદાન મથકોમાં ચૂંટણીલક્ષી ફરજો દિવ્યાંગ કર્મચારીઓ નિભાવશે.જેનાથી અન્ય મતદારોમાં પણ મતદાન કરવા અંગે જાગૃતતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.