ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ, જાણો શું થયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના હવે ભણકારા વાગી રહ્યા છે અને દિવાળીની આસપાસ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો (Political parties) તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ચૂંટણી પંચે ( Election Commission) પણ તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચના બે સભ્યો આગામી 2
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના હવે ભણકારા વાગી રહ્યા છે અને દિવાળીની આસપાસ ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો (Political parties) તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ચૂંટણી પંચે ( Election Commission) પણ તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચના બે સભ્યો આગામી 26 અને 27મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
ચૂંટણીની કામગિરીની સમિક્ષા
ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ પણ તમામ કામગિરીની સમિક્ષા કરીને તૈયારીઓ કરી રહ્યું છે. તાજેતરમાં જ કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા અને તમામ જીલ્લાના પોલીસ અધિકારીઓ અને વહિવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરીને વિધાનસભા બેઠકવાઇઝ કરાયેલી કામગિરીની માહિતી મેળવી હતી અને તમામ જરુરી સુચના પણ આપી હતી.
ચૂંટણી પંચના 2 સભ્યો ગુજરાતની મુલાકાતે
હવે આગામી 26 અને 27મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ચૂંટણી પંચના 2 સભ્યો ફરી ગુજરાત આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચ સાથે સંકલન સાધીને કેન્દ્રીય ચૂંટણી પંચ હાલ ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરી રહ્યું છે ત્યારે આગામી 26 અને 27મી સપ્ટેમ્બરે ચૂંટણી પંચના 2 સભ્યોની ગુજરાત મુલાકાત મહત્વની માનવામાં આવે છે.
રાજકીય પક્ષો સાથે પણ કરશે બેઠક
કેન્દ્રીય ચૂંટણી પંચના 2 સભ્યો 2 દિવસની આ મહત્વની મુલાકાતમાં રાજ્યના તમામ કલેકટરો સાથે બેઠક કરશે. આ ઉપરાંત તેઓ રાજકીય પક્ષોના પ્રતિનીધીઓ સાથે પણ બેઠક કરશે અને તેમના અભિપ્રાયો મેળવશે. આ મુલાકાત બાદ મુખ્ય ચૂંટણી કમિશનર પણ એક વાર ગુજરાતની મુલાકાત લઇ શકે છે અને ત્યાર બાદ તેમની આ ગુજરાત મુલાકાત બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે
Advertisement