કોંગ્રેસ 15 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે ત્યારે કોંગ્રેસે પણ તૈયારીઓ આદરી લીધી છે. ગુજરાતના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે બુધવારે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન સરકારનું આરોગ્ય મોડેલ ગુજરાતમાં લાગુ કરાશે. કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલે કહ્યું કે ઉમેદવારોની પહેલી યાદી 15 સપ્ટેમ્બર પહેલા જાહેર થશે. કે.સી.વેà
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ થઇ રહી છે ત્યારે કોંગ્રેસે પણ તૈયારીઓ આદરી લીધી છે. ગુજરાતના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે બુધવારે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન સરકારનું આરોગ્ય મોડેલ ગુજરાતમાં લાગુ કરાશે. કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલે કહ્યું કે ઉમેદવારોની પહેલી યાદી 15 સપ્ટેમ્બર પહેલા જાહેર થશે.
કે.સી.વેણુગોપાલે કહ્યું કે ભાજપ આજે ઇડી અને સીબીઆઇના આધારે સરકાર બનાવે છે. તેમણે કહ્યું કે 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સામે ગુજરાતમાં ભારોભાર રોષ છે અને 9 મહિના પહેલા આખી સરકાર બદલી નાખી હતી અને 2 દિવસ પહેલા 2 મંત્રીના ખાતા લઇ લીધા હતા અને તેનો મતલબ છે કે આ સરકાર ભ્રષ્ટાચારી છે. તેમણે દાવો કર્યો કે અત્યારે પ્રજા નારાજ છે અને અમે ગુજરાતમાં સરકાર બનાવવા જઇ રહ્યા છીએ.
અશોક ગહેલોતે કહ્યું કે મુખ્યમંત્રી ચિરંજીવી યોજનાના મુજબ ગુજરાતમાં આરોગ્ય યોજના લાગુ કરાશે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એટલે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરાશે. તેમણે વધુમાં કહ્યું કે અમે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતાર્યા છીએ. અમારો ચૂંટણી ઢંઢેરો લોકોના વિચારોને આધીન હશે.
અશોક ગહેલોતે જાહેરાત કરી કે કોંગ્રેસની સરકાર આવતા ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે તથા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અલગથી કૃષી બજેટ, તથા ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના, ઇન્દિરા રસોઇ યોજના પણ જાહેર થશે.
Advertisement
Advertisement