ચૂંટણી ટાણે વધુ એક કોંગ્રેસના ધારાસભ્યનું રાજીનામુ, ગુરૂવારે કરશે કેસરિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે એવામાં રાજકિય ઉથલપાથલનો દૌર શરૂ થયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. મોહનસિંહ રાઠવા, ભગા બારડ બાદ ભાવેશ કટારાએ રાજીનામું આપ્યું છે.ઝાલોદના ધારાસભ્ય છે ભાવેશ કટારાઝાલોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ (Bhavesh Katara) વિધાનસભાના અધ્યક્ષશ્રી નિમાબેન આચાર્યàª
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે એવામાં રાજકિય ઉથલપાથલનો દૌર શરૂ થયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. મોહનસિંહ રાઠવા, ભગા બારડ બાદ ભાવેશ કટારાએ રાજીનામું આપ્યું છે.
ઝાલોદના ધારાસભ્ય છે ભાવેશ કટારા
ઝાલોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ (Bhavesh Katara) વિધાનસભાના અધ્યક્ષશ્રી નિમાબેન આચાર્યને પોતાનું રાજીનામુ સોંપ્યું છે. મોહનસિંહ રાઠવા, ભગા બારડ બાદ કોંગ્રેસના આ ત્રીજા ધારાસભ્યનું રાજીનામુ પડ્યું છે. જે ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
Advertisement
ભાજપમાં જોડાશે
ઝાલોદના (Zalod) ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધાં બાદ ગુરૂવારે તેઓ ભાજપમાં જોડાશે. છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસમાંથી દુર રહેતા ભાવેશ રાઠવા કોંગ્રેસ છોડે તેવી અટકળો હતી જે સાચી ઠરી છે. ભાજપની યાદી જાહેર થાય તે પહેલા કોંગ્રેસના (Congress) આ ત્રીજા ધારાસભ્ય છે જેણે રાજીનામું આપ્યું છે.વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું આપ્યું છે. ઝાલોદ બેઠક પરથી કોંગ્રેસે ભાવેશ કટારાની ટિકિટ કપાઈ હતી અને તેના સ્થાને કોંગ્રેસે ડૉ. મિતેશ ગરાસિયાને ટિકિટ આપી છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.