Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધુ એકવાર નરેશ પટેલને મનાવવા કોંગ્રેસના નેતાઓ નિષ્ફળ, સવાલ હજુ યથાવત્

ગુરુવારે સૌરાષ્ટ્ર ઝોનમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનોની સંગઠનની બેઠક યોજાઇ હતી તે પૂર્વે કોંગ્રેસના નેતા પાટીદાર આગેવાન નરેશ પટેલને મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને મળતાં રાજકીય મોરચે ઉત્તેજના છવાઇ ગઇ હતી. જો કે 10 મિનીટ ચાલેલી આ બેઠકમાં નરેશ પટેલને સમજાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે કે કેમ તે સવાલ અનુત્તર રહ્યો હતો. વિધાનસભાની ચૂંટણીનà«
વધુ એકવાર નરેશ પટેલને મનાવવા કોંગ્રેસના નેતાઓ નિષ્ફળ  સવાલ હજુ યથાવત્
ગુરુવારે સૌરાષ્ટ્ર ઝોનમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનોની સંગઠનની બેઠક યોજાઇ હતી તે પૂર્વે કોંગ્રેસના નેતા પાટીદાર આગેવાન નરેશ પટેલને મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને મળતાં રાજકીય મોરચે ઉત્તેજના છવાઇ ગઇ હતી. જો કે 10 મિનીટ ચાલેલી આ બેઠકમાં નરેશ પટેલને સમજાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે કે કેમ તે સવાલ અનુત્તર રહ્યો હતો. 
વિધાનસભાની ચૂંટણીને અનુંલક્ષીને કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક બેઠકો યોજવાનો નિર્ણય લેવાયો છે જેમાં ગુરુવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી. આ બેઠક પૂર્વ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, નેતાઓ અર્જુન મોઢવાડીયા, પરેશ ધાનાણી તથા લલીત વસોયા અને લલીત કગથરા સહિતના નેતાઓ ખોડલધામના આગેવાન નરેશ પટેલને મળ્યા હતા. 
નરેશ પટેલના ફાર્મ હાઉસમાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ પહોંચ્યા હતા અને નરેશ પટેલને મળ્યા હતા. જો કે તેમની વચ્ચે માત્ર 10 મિનીટ બેઠક યોજાઇ હતી. કોંગ્રેસના નેતાઓએ આ બેઠકને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. 
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે આ એક શુભેચ્છા મુલાકાત હતી અને માત્ર અમે ચા પાણી નાસ્તા માટે આવ્યા હતા. તેમણે કહ્યું કે આ બેઠકમાં કોઇ રાજકીય ચર્ચા થઇ ન હતી. 
તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ કે કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઇ છે. સારા લોકો આવતા દિવસોમાં સમાન વિચારધારામાં પ્લેટફોર્મ પર આવે. અમે પ્રદેશના આગાવોનોએ નરેશ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. 
નરેશ પટેલ મુદ્દે તેમણે કહ્યું કે  કોંગ્રેસ ગંગા જેવી પવિત્ર થઇ રહી છે, તેમાં ડૂબકી મારવા માટે સારા લોકોએ આવવું જોઇએ.યોગ્ય સમયે નિર્ણય થશે. આ બેઠકમાં કોઇ રાજકિય ચર્ચા થઇ નથી. અમે માત્ર ચા પાણી નાસ્તો કરવા આવ્યા હતા.  
 પરેશ ધાનાણીએ કહ્યું કે  જયારે રાજકીય નિર્ણય થશે ત્યારે સ્પષ્ટતા કરીશું. હાર્દિક પટેલ મુદ્દે તેમણે કહ્યું કે  સરદારના વારસો ગદ્દાર ના હોય અને જે ગદ્દાર હોય તે સરદારના વારસ ના હોય.
માત્ર 10 મિનીટ ચાલેલી આ બેઠક નરેશ પટેલને સમજાવવામાં નિષ્ફળ ગઇ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. ફરી એક વાર નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે કેમ તે પ્રશ્ન અનુત્તર રહ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.