Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલની સભા પહેલા કોંગ્રેસ ફરી તૂટી, કહ્યું 'રાહુલથી કંઇ નહીં થાય'

રાહુલની સભા પહેલાં રાજકોટ કોંગ્રેસમાં ભંગાણરાજકોટ દક્ષિણ બેઠકમાં કોંગ્રેસમાં મધરાત્રે થયું ભંગાણ..100 વધુ જુના કાર્યકર્તા ભાજપમાં જોડાયાગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં સત્તા હાંસલ કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે ભારે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં પહેલી વખત રાહુલ ગાંધી (Rahul Gandhi)ની એન્ટ્રી થઇ છે. રાજકોટ (Rajkot)માં સોમવારે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે પણ તે પૂર્વે જ àª
રાહુલની સભા પહેલા કોંગ્રેસ ફરી તૂટી  કહ્યું  રાહુલથી કંઇ નહીં થાય
  • રાહુલની સભા પહેલાં રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ
  • રાજકોટ દક્ષિણ બેઠકમાં કોંગ્રેસમાં મધરાત્રે થયું ભંગાણ..
  • 100 વધુ જુના કાર્યકર્તા ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં સત્તા હાંસલ કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે ભારે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે આ ચૂંટણીમાં પહેલી વખત રાહુલ ગાંધી (Rahul Gandhi)ની એન્ટ્રી થઇ છે. રાજકોટ (Rajkot)માં સોમવારે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે પણ તે પૂર્વે જ રાજકોટ દક્ષિણ બેઠક પર કોંગ્રેસ (Congress)ના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ છોડીને આવનારા કાર્યકરોએ કહયું કે 'રાહુલથી કંઇ નહીં થાય'

રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ
રાજકોટ શહેરમાં રાહુલ ગાંધીના આગમન પહેલા જ શહેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત 100 જેટલા કાર્યકરોએ કોંગ્રેસને બાય બાય ભાજપનો ખેસ ધારણ કર્યો છે.રાજકોટની દક્ષિણની બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલળાના સમર્થનમાં આ કાર્યકરો અને આગેવાનો આવ્યા છે. આ કાર્યકરોએ ઉમેદવાર રમેશ ટીલાળાના કાર્યાલય પર ભાજપ અગ્રણીના હસ્તે ભગવો ખેસ ધારણ કર્યો હતો.
 રાહુલથી કંઇ નહીં થાય
જે કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેમાં  વોર્ડ 17 ના કોંગ્રેસ અગ્રણી પરષોત્તમ સગપરીયા,  વોર્ડ નંબર 17ના આગેવાન હસુભાઇ સોજીત્રા તેમજ વોર્ડ નંબર 17 18 અને 13 ના કોંગ્રેસ અગ્રણીઓનો સમાવેશ થાય છે અને આ કાર્યકરોએ  ભગવો ધારણ કર્યો હતો..કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કાર્યકરોએ કહ્યું કે રાહુલથી કંઇ નહીં થાય
કાર્યકરો વાજતે ગાજતે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા
કૉંગેસ છોડી ભાજપમાં જોડાયેલા કાર્યકરો ફટાકડા ફોડી વાજતે ગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા હતા..ભાજપ ના ઉમેદવાર રમેશ ટીલાળા, ધનસુખ ભંડેરી અને બેઠકના ઇન્ચાર્જ જીતુ કોઠારી સહીત એ કોંગ્રેસ છોડી આવેલા કાર્યકરોને આવકાર્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.