Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

Gujarat Election 2022: કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. કોંગ્રેસે આજે બીજી યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત એ છે કે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે બીજી યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજી સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજર
ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

Gujarat Election 2022: કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. કોંગ્રેસે આજે બીજી યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત એ છે કે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે બીજી યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજી સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી.

Advertisement

કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર  કરી 

Advertisement

અબડાસા - મમદ જુંગજાટ
માંડવી - રાજેન્દ્રસિંહ જાડેજા
ભૂજ - અરજણ ભુડિયા
દસાડા - નૌશાદ સોલંકી
લીંબડી - કલ્પના મકવાણા
ચોટીલા - ઋત્વિક મકવાણા
ટંકારા - લલિત કગથરા
વાંકાનેર - મોહંમદ જાવેદ પિરજાદા
ગોંડલ - યતિશ દેસાઇ
જેતપુર - દિપક વેકરીયા
ધોરાજી - લલિત વસોયા
કાલાવડ (SC) - પ્રવિણ મુછડીયા
જામનગર દ. - મનોજ કથિરીયા
જામજોધપુર - ચિરાગ કાલરિયા
ખંભાળિયા - વિક્રમ માડમ
જુનાગઢ - ભીખાભાઇ જોશી
વિસાવદર - કરસન વડોરીય
કેશોદ - હિરાભાઇ જોટવા
માંગરોળ - બાબુ વાજા
સોમનાથ - વિમલ ચુડાસમા
ઉના - પૂંજા વંશ
અમરેલી - પરેશ ધાનાણી
લાઠી- વિરજી ઠુમ્મર
સાવરકુંડલા - પ્રતાપ દુધાત
રાજુલા - અમરીશ ડેર
તળાજા - કનુ બારૈયા
પાલીતાણા - પ્રવિણ રાઠોડ
ભાવનગર વેસ્ટ - કિશોરસિંહ ગોહિલ
ગઢડા (SC) - જગદીશ ચાવડા
ડેડિયાપાડા(ST) - જેરમબેન વસાવા
વાગરા - સુલેમાન પટેલ
ઝઘડિયા (ST) - ફતેસિંઘ વસાવા
અંકલેશ્વર - વિજયસિંહ પટેલ
માંગરોળ (ST) - અનિલ ચૌધરી
માંડવી (ST) - આનંદ ચૌધરી
સુરત ઇસ્ટ - અસલમ સાયકલવાલા
સુરત નોર્થ - અશોક પટેલ (અધેવાડા)
કારંજ - ભારતી પટેલ
લિંબાયત - ગોપાલ પાટીલ
ઉધના - ધનસુખ રાજપૂત
મજૂરા - બળવંત જૈન
ચૌર્યાસી - કાંતિલાલ પટેલ
વ્યારા (ST) - પૂના ગામીત
નિઝર (ST) - સુનિલ ગામિત
વાસદા (ST) - અનંતકુમાર પટેલ
વલસાડ - કમલકુમાર પટેલ


2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી
2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી ગુજરાત કોંગ્રેસમાં ઘણા વર્ષોથી કેટલાક ચોક્કસ નેતાઓ કબ્જેદાર હોય તેવી છાપ કાર્યકરો અને મતદારોમાં હતી, જેના કારણે પણ કોંગ્રેસનો મતદાર ડાયવર્ટ થઈ રહ્યો હતો.એટલું જ નહીં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનને કારણે નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ 99 બેઠકો બેઠકો આપી નજીવી બહુમતીથી સત્તા સોંપી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી.

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કોગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં 23 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.