કોંગ્રેસે વધુ 33 ઉમેદવારોના નામ કર્યાં જાહેર, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ, જુઓ લીસ્ટ....
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કર્યાંના ત્રણ કલાક બાદ વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી દીધી છે. જેમાં કોંગ્રેસે કુલ 33 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. કોંગ્રેસે વાવથી ગેનીબેન ઠાકોર, વડગામથી જીજ્ઞેશ મેવાણીને ટિકિટ આપી છે.આ પહેલા કોંગ્રેસે જે યાદી જાહેર કરી તેમાં કુલ 6 નામો હતો જેમાંથી બોટાદ બેઠક પર ઉ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કર્યાંના ત્રણ કલાક બાદ વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી દીધી છે. જેમાં કોંગ્રેસે કુલ 33 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. કોંગ્રેસે વાવથી ગેનીબેન ઠાકોર, વડગામથી જીજ્ઞેશ મેવાણીને ટિકિટ આપી છે.
આ પહેલા કોંગ્રેસે જે યાદી જાહેર કરી તેમાં કુલ 6 નામો હતો જેમાંથી બોટાદ બેઠક પર ઉમેદવાર બદલાયા હતા. જે બાદ ફરી આ યાદી જાહેર થઈ છે.
કોંગ્રેસના ઉમેદવારો
- વાવ - ગેનીબેન ઠાકોર
- થરાદ - ગુલાબસિંહ રાજપુત
- ધાનેરા - નાથાભાઈ પટેલ
- દાંતા (ST) - કાંતિભાઈ ખરાડી
- વડગામ (SC) - જીજ્ઞેશભાઈ મેવાણી
- રાધનપુર - રઘુભાઈ દેસાઈ
- ચણાસ્મા - દિનેશભાઈ ઠાકોર
- પાટણ - ડૉ. કિરિટકુમાર પટેલ
- સિદ્ધપુર - ચંદનજી ઠાકોર
- વિજાપુર - સી.જે.ચાવડા
- મોડાસા - રાજેન્દ્રસિંહ ઠાકોર
- માણસા - બાબુસિંહ ઠાકોર
- કલોક - બળદેવજી ઠાકોર
- વેજલપુર - રાજેન્દ્ર પટેલ
- વટવા - બળવંત ગઢવી
- નિકોલ - રણજીતભાઈ બારડ
- ઠક્કરબાપાનગર - વિજયકુમાર બ્રહ્મભટ્ટ
- બાપુનગર - હિંમતસિંહ પટેલ
- દરિયાપુર - ગ્યાસુદ્દીન શેખ
- જમાલપુર-ખાડિયા - ઈમરાન ખેડાવાલા
- દાણીલીમડા (SC) - શૈલેષભાઈ પરમાર
- સાબરમતિ - દિનેશભાઈ મહિડા
- બોરસદ - રાજેન્દ્રસિંહ પરમાર
- આંકલાવ - અમિતભાઈ ચાવડા
- આણંદ - કાંતિ સોઢા પરમાર
- સોજીત્રા - પુનમભાઈ પરમાર
- મહુધા - ઈન્દ્રજીતસિંહ પરમાર
- ગરબાડા (ST) - ચંદ્રિકાબેન બારિયા
- વાઘોડિયા - સત્યજીતસિંહ ગાયકવાડ
- છોટા ઉદેપુર (ST) - સંગ્રામસિંહ રાઠવા
- જેતપુર (ST) - સુખરામ રાઠવા
- ડભોઈ - બાલકિશન પટેલ
જુઓ યાદી....
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.