Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસની પાંચમી યાદી થઈ જાહેર, બોટાદના ઉમેદવારને બદલ્યા, જુઓ લીસ્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારેખેંચ તાણ વચ્ચે કોંગ્રેસે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ બોટાદ બેઠક પર કોંગ્રેસે રમેશ મેરને ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના નેતા મનહર પટેલે નારાજગી વ્યક્ત કરતા આજે બોટાદથી ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે. બોટાદથી મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે.કોંગ્રેસના ઉમેદવારોની યાદીધ્રાંગધ્રા - છત્રસિંહ ગુંà
કોંગ્રેસની પાંચમી યાદી થઈ જાહેર  બોટાદના ઉમેદવારને બદલ્યા  જુઓ લીસ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારેખેંચ તાણ વચ્ચે કોંગ્રેસે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ બોટાદ બેઠક પર કોંગ્રેસે રમેશ મેરને ટિકિટ આપી હતી પરંતુ કોંગ્રેસના નેતા મનહર પટેલે નારાજગી વ્યક્ત કરતા આજે બોટાદથી ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે. બોટાદથી મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસના ઉમેદવારોની યાદી
  • ધ્રાંગધ્રા - છત્રસિંહ ગુંજરિયા
  • મોરબી - જયંતીભાઈ પટેલ
  • રાજકોટ પશ્ચિમ - મનસુખભાઈ કાલરિયા
  • જામનગર ગ્રામ્ય - જીવણભાઈ કુંભરવાડિયા
  • ગારિયાધાર- દિવ્યેશભાઈ ચાવડા
  • બોટાદ - મનહરભાઈ પટેલ (રમેશભાઈ મેરના સ્થાને)
મોરબી-માળિયા બેઠક માટે કોંગ્રેસે જયંતિ પટેલને આપી ટીકીટ
કોંગ્રેસે આજે સાંજે ફરી 6 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં મોરબી- માળિયા બેઠક માટે કોંગ્રેસે જયંતિ પટેલને ટીકીટ આપવાનું જાહેર કર્યું છે. જેથી હવે ભાજપના કાંતિલાલ અમૃતિયા સામે જયંતિભાઈની સીધી ટક્કર આ ચૂંટણીમાં જોવા મળશે. જયંતીલાલ જેરાજભાઈ પટેલ મૂળ મોરબીના બરવાળાના છે. તેઓની ઉંમર 66 વર્ષ છે. તેઓએ બી.કોમ, એમ.કોમ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી અને ધંધા સાથે જોડાયેલ છે.
ગારીયાધાર બેઠક પર થી કોંગ્રેસે દિવ્યેશ ચાવડા ના નામ પર મોહર લગાવી
ગારીયાધાર ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીની સામે કોંગ્રેસે દિવ્યેશ ચાવડાના નામ પર મોહર લગાવી છે. ગારીયાધાર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે આપ માંથી સુધીર વાઘણી કોંગ્રેસ માંથી દિવ્યેશ ચાવડા ને કોંગ્રેસ માંથી અને ભાજપ માંથી કેશુભાઈ નાકરાણી આમ ત્રિપાકિયો જંગ ગારીયાધાર ની બેઠક પર જોવા મળશે
અગાઉ ગઈકાલે સાંજે કોંગ્રેસે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. જે બાદ આજે વધુ એક યાદી જાહેર થઈ છે. અગાઉ કોંગ્રેસે કુલ 104 ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં હતા. જે બાદ વધુ આ યાદી જાહેર થતાં કુલ 109 ઉમેદવારો જાહેર કરી દીધાં છે.
બોટાદથી ટિકિટ નહી મળવા પર મનહરભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરી ટ્વીટ કર્યું હતુ અને પાર્ટીના શિર્ષ નેતૃત્વને ટેગ કરી નારાજગી વ્યક્ત હતી. જે બાદ આજે નવી યાદીમાં મનહરભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.