Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડ પર, 4 ઝોનમાં થશે સભા

ગત ચૂંટણીઓમાં મળેલી કારમી હારમાંથી બોધપાઠ લઈને કોંગ્રેસ પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી માટે કમર કસી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી 4 ઝોનમાં 4 મોટી સભાઓ યોજી શકે છે. આ તમામ બેઠકમાં  રાહુલ ગાંધી હાજર રહેશે અથવા તો પ્રિયંકા ગાંધી વાડ્રા ભાગ લઇ શકે છે. એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસ જૂન મહિનામાં આ બેઠકો શરૂ કરશે.  સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત,  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાàª
વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડ પર  4 ઝોનમાં થશે સભા
ગત ચૂંટણીઓમાં મળેલી કારમી હારમાંથી બોધપાઠ લઈને કોંગ્રેસ પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી માટે કમર કસી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી 4 ઝોનમાં 4 મોટી સભાઓ યોજી શકે છે. આ તમામ બેઠકમાં  રાહુલ ગાંધી હાજર રહેશે અથવા તો પ્રિયંકા ગાંધી વાડ્રા ભાગ લઇ શકે છે. એવું જાણવા મળ્યું છે કે કોંગ્રેસ જૂન મહિનામાં આ બેઠકો શરૂ કરશે.  સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત,  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ 4 ઝોનમાં કોંગ્રેસ સભાઓ યોજી શકે છે.  
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીની તૈયારીને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 12 જૂને દાંડી ખાતે રેલીને સંબોધશે. જ્યારે પ્રિયંકા ગાંધી મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલનમાં હાજરી આપી શકે છે. ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિરના અંતિમ દિવસ છે.  આ ચિંતન શિબિરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં એક નિર્ણય એ છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતની કમાન સંભાળશે. ચિંતન શિબિરમાં 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પણ રણનીતિ બનાવવામાં આવી છે. તેથી પક્ષ પ્રમુખને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને સંભવ છે કે શિબિરના અંત સુધીમાં પક્ષની કમાન કોના હાથમાં આવશે તે નક્કી થઇ જશે .
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ને લઈને કોંગ્રેસ સક્રિય દેખાઈ રહી છે.  કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં  4 ઝોનમાં 4 મોટી સભાઓ યોજશે. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક 19મીએ રાજકોટમાં, 21મીએ દક્ષિણ ઝોનની બેઠક સુરતમાં, મધ્ય ઝોનની બેઠક 22મીએ વડોદરામાં અને ઉત્તર ઝોનની બેઠક યોજાવાની છે. 23મીએ મહેસાણામાં યોજાશે. 
તમામ ઝોનની બેઠકોમાં 1500 થી 2000 નેતાઓની હાજરીની ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસ આ બેઠકો  માટે તડામાર તૈયારીઓ કરી રહી છે.  આ બેઠકોમાં આગામી લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોને  પણ સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત શહેર, જિલ્લા અને તાલુકા પંચાયતોના  આગેવાનો પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેમજ 4 ઝોનની સભા માટે પણ તૈયારી કરવામાં આવશે. 
Advertisement
Tags :
Advertisement

.