ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં યોજાયો કોફી વીથ કલેક્ટર એન્ડ ક્રિકેટર કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન (Voting) વધારવાના પ્રયાસો પણ શરુ કરાયા છે. ખાસ કરીને યુવા વર્ગ વધુને વધુ મતદાન કરે તે માટેના તંત્ર દ્વારા પ્રયાસો કરાઇ રહ્યા છે તેમાં રાજકોટ કલેક્ટર દ્વારા કોફી વીથ કલેક્ટર એન્ડ ક્રિકેટર કાર્યક્રમનું આયોજન કરાયુ હતું જેમાં જીલ્લા ચૂંટણી અધિકારી મહેશ બાબુ અને ચૂંટણીના રાજ્યના બ્રાન્ડ એમ્બેà
06:08 AM Nov 26, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન (Voting) વધારવાના પ્રયાસો પણ શરુ કરાયા છે. ખાસ કરીને યુવા વર્ગ વધુને વધુ મતદાન કરે તે માટેના તંત્ર દ્વારા પ્રયાસો કરાઇ રહ્યા છે તેમાં રાજકોટ કલેક્ટર દ્વારા કોફી વીથ કલેક્ટર એન્ડ ક્રિકેટર કાર્યક્રમનું આયોજન કરાયુ હતું જેમાં જીલ્લા ચૂંટણી અધિકારી મહેશ બાબુ અને ચૂંટણીના રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) હાજર રહ્યા હતા.

કોફી વીથ કલેક્ટર એન્ડ ક્રિકેટર
યુવાપેઢી લોકશાહીને સશક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તે આશય સાથે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર અને મતદાન જાગૃતિ અભિયાન સ્વીપ અંતર્ગત કોફી વીથ કલેકટર અને ક્રિકેટર (Coffee With Collector and Cricketer) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ અને રાજ્યના ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ કાર્યક્રમમાં ઉપસ્થિત યંગ જનરેશન સાથે સીધો સંવાદ કર્યો હતો.
મતદાન અંગે હળવાશથી ચર્ચા
જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા પેઢીના મિત્ર બનીને હળવાશની પળો સાથે મતદાનના મહત્વ અંગે ચર્ચાઓ કરી હતી. તેમજ  પ્રથમ વખત મત આપનાર યુવા મિત્રોને અવશ્ય વોટ કરવા માટે અપીલ કરી હતી. સાથો સાથ ચૂંટણી પ્રક્રિયા, મતદાન સમય, ૧૯૫૦ હેલ્પ લાઈનની સમજ, ચૂંટણી કાર્ડમાં સુધારા, મતદાન વિસ્તારમાં નામની ચકાસણી સહિતના પ્રશ્નોને સાંભળીને તેનું સહજતા સાથે જવાબ આપીને તેમની મૂંઝવણનું નિરાકરણ કર્યું હતું.

ર્કિકેટર ચેતેશ્વર પૂજારાએ પણ સમજ આપી
આ તકે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના દરેક નાગરિકના મતનું મૂલ્ય અમૂલ્ય છે તેવી પ્રેરણાદાયી વાતની સમજ આપી હતી. ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે, જેમ પરિવારની જવાબદારી લઈએ છીએ તેમ દેશના ભવિષ્ય માટેની જવાબદારી લેવાની પણ આપણી ફરજ છે. મતદાન કરીને નૈતિક ફરજ નિભાવીએ. 

કલેક્ટર અને ક્રિકેટરે વ્યક્તિગત અનુભવો કર્યા શેર
ઉલ્લેખનીય છે કે ગરમ કોફી સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ અને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ યુવા મિત્રો સાથે પોતાના વ્યક્તિગત અનુભવો શેર કરીને જીવનમાં મહેનત સાથે આગળ વધવાનું માર્ગદર્શન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો: દિલ્હીનું મોટાભાગનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારનું છે, AAP અસત્યમાંથી જ જન્મી છે: મનસુખભાઇ માંડવિયા 
Tags :
CoffeewithCollectorandCricketerElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstVotingAwareness
Next Article