Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં AAPકાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, SMC ના કર્મચારીઓએ બેનરો હટાવતા મામલો ગરમાયો

સુરતમાં (surat)અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ભવ્યરોડશો અને ત્યાર બાદ જનસભા સંબોધિત કરવાનાં હતા. જેના પગલે ગુજરાત AAPદ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જનસભા અને રોડશોના આસપાસના વિસ્તારોમાંઆપના ઝંડાથી માંડીને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.. સુરતમાં કેજરીવાલની સભા પહેલા માથાકુટમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેનરો હટાવાતા માથાકુટઆપ કાર્યકર્તાઓ અને પોલીસ તથા SMCના અધિકારીઓ વચ્ચે ઘર્ષà
સુરતમાં aapકાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી  smc ના કર્મચારીઓએ બેનરો હટાવતા મામલો ગરમાયો

સુરતમાં (surat)અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ભવ્યરોડશો અને ત્યાર બાદ જનસભા સંબોધિત કરવાનાં હતા. જેના પગલે ગુજરાત AAPદ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જનસભા અને રોડશોના આસપાસના વિસ્તારોમાંઆપના ઝંડાથી માંડીને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા..

Advertisement

  • સુરતમાં કેજરીવાલની સભા પહેલા માથાકુટ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેનરો હટાવાતા માથાકુટ
  • આપ કાર્યકર્તાઓ અને પોલીસ તથા SMCના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ
કાર્યકર્તાઓ બેનર લગાવે અને કોર્પોરેશન હટાવતું હોવાનો આક્ષેપ
જો કે સ્થાનિક કોર્પોરેશન પણ જેમ જેમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝંડા અને પોસ્ટર બેનર લગાવતા જતા હતા તેમ તેમ સુરત કોર્પોરેશન તે બેનરો અને પોસ્ટર હટાવી રહ્યું હતું. પોલીસને સાથે રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી. જેના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગિન્નાયા હતા
કાર્યકર્તાઓએ વિરોધ કરતા અધિકારીઓએ પોલીસ બોલાવી
સભાસ્થળની આસપાસ જ્યારે કોર્પોરેશન દ્વારા પોસ્ટર બેનરો હટાવવામાં આવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉગ્ર વિરોધને જોઇને કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસને બોલાવાતા મામલો બિચક્યો હતો. ગુજરાત પોલીસ અને આપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. ગરમાગરમી થઇ હતી. જો કે કેટલાક નેતાઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.