Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ભર્યુ ઉમેદવારી પત્ર

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભર્યુ. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શ્રીભૂપેન્દ્રભાઇએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી.આ પહેલા બન્ને નેતાઓ દ્વારા વિશાળ રોડ શો કરવામાં આવ્યો હતો.. જેમાં વિશાળ જનમેદની ઉમટી àª
08:13 AM Nov 16, 2022 IST | Vipul Pandya
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભર્યુ. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શ્રીભૂપેન્દ્રભાઇએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી.આ પહેલા બન્ને નેતાઓ દ્વારા વિશાળ રોડ શો કરવામાં આવ્યો હતો.. જેમાં વિશાળ જનમેદની ઉમટી હતી. 
ફોર્મ ભરતા પહેલા ત્રિ-મંદિર જઇ દાદા ભગવાનની સમાધિ સમક્ષ શીશ ઝુકાવ્યુ
મુખ્યમંત્રીશ્રીએ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. પ્રભાત ચોક પહોંચતાની સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ભાજપના કાર્યકરો અને પોતાના સમર્થકો સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ  કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઇ શાહનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રેલીના સ્વરૂપે મુખ્યમંત્રી ફોર્મ ભરવા રવાના થયા હતા.
ઘાટલોડિયાનો દરેક નાગરિક મારો પરિવારજન 
દરમ્યાન મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે ત્રણ મીનિટનું ટુંકુ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ઘાટલોડિયાનો દરેક નાગરીક મારો પરિવારજન છે. દરેકનો સહકાર મળ્યો છે એટલે જ લાગી રહ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે. તેમણે કહ્યું કે અહીં સંતો પણ હાજર છે.તેઓ મને આશિર્વાદ આપે.
આ પણ વાંચો -  વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલે નોંધાવી ઉમેદવારી, જાહેર કર્યું અલગ ઘોષણાપત્ર
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmitbhaiShahBhupendrabhaiPatelChiefMinisterCMElectionElection2022filednominationGujaratGujaratFirstpresenceUnionHomeMinister
Next Article