મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રભાતચોકથી વિશાળ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભરશે
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા CMનું ટ્વીટકારકિર્દીની શરૂઆતથી આજ સુધીની ઝલકCM ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યો વિડીયોપિતાજીના સંસ્કાર જીવન ઘડતરના પાયામાં: CMનિષ્ઠાપૂર્વક પુરુષાર્થ માટે પ્રેરે છે સંસ્કારોઃ CMઘાટલોડિયા બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરશેગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ રહેશે ઉપસ્થિતરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાવાની છે. તે પહેલા તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોને ટિકિàª
- ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા CMનું ટ્વીટ
- કારકિર્દીની શરૂઆતથી આજ સુધીની ઝલક
- CM ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યો વિડીયો
- પિતાજીના સંસ્કાર જીવન ઘડતરના પાયામાં: CM
- નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ માટે પ્રેરે છે સંસ્કારોઃ CM
- ઘાટલોડિયા બેઠકથી ઉમેદવારી ફોર્મ ભરશે
- ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ રહેશે ઉપસ્થિત
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાવાની છે. તે પહેલા તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોને ટિકિટ આપી તેમનું ઉમેદવારી ફોર્મ ભરાવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યા છે. જોકે, આ પહેલા તેમણે એક વિડીયો ટ્વીટર દ્વારા શેર કર્યો છે. આ વિડીયોમાં તેમણે કેવી રીતે પોતાની રાજનીતિની શરૂઆત કરી તે અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આજે બેક ટૂ બેક ટ્વીટ કર્યા હતા. જેમા તેમણે સૌ પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શનમાં છેલ્લાં બે દશકમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની સંપૂર્ણ કાયાપલટ થઈ છે. વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણના અગણિત અવસરો ઘરઆંગણે ઉભા થયા છે. એટલે જ તો, ગુજરાતની યુવાશક્તિ બુલંદ અવાજે કહે છે.. #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે
Advertisement
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું, મારા પિતાજીએ આપેલા સંસ્કારો મારા જીવન ઘડતરના પાયામાં છે. કારકિર્દીની શરૂઆતના દિવસોથી લઈને આજ સુધી એ મને નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કરવા પ્રેરિત કરતા રહ્યા છે..
મુખ્યમંત્રીશ્રીએ પોતાના ત્રીજા ટ્વીટમાં લખ્યું કે, માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને એક પોલિસી-ડ્રીવન સ્ટેટ બનાવવાનો અમારો પ્રયાસ રહ્યો છે. માત્ર આ પેઢી જ નહીં, આવનારી પેઢીઓની સુખાકારીને પણ ધ્યાને રાખીને નક્કર વિકાસની દિશા ગુજરાતે લીધી છે..
Advertisement
મુખ્યમંત્રીશ્રીએ પોતાના ચોથા ટ્વીટમાં લખ્યું કે, મેમનગર નગરપાલિકાના સમયથી લઇને આજ સુધી માનનીય શ્રી નરેન્દ્રભાઇનું માર્ગદર્શન અને લોકોનો અઢળક વિશ્વાસ સતત મળતો રહ્યો છે. અમદાવાદ શહેરના વિકાસના અનેક પ્રકલ્પોમાં યોગદાન આપવાનો મને અવસર મળ્યો એને હું મારું સૌભાગ્ય ગણું છું.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના પાંચમા ટ્વીટમાં લખ્યું કે, જ્યારે નિયત સાફ હોય અને હૃદયમાં સંવેદના હોય ત્યારે કામની દિશા અને ઊર્જા આપોઆપ મળી જાય છે.. ત્યારે ઈશ્વરની કૃપા અને જન-જનના આશીર્વાદ પણ આપોઆપ મળી જાય છે..
Advertisement
મુખ્યમંત્રીશ્રીએ પોતાના છઠ્ઠા ટ્વીટમાં લખ્યું કે, આ ડબલ એન્જીન સરકાર ગુજરાતના વિકાસને ફાસ્ટ-ટ્રેક પર લઈ ગઈ છે. વિકાસની આ ધારા અવિરત વહેતી રહેશે અને ગુજરાત વિકાસના વૈશ્વિક શિખરે બિરાજમાન થશે તેવો મને વિશ્વાસ છે.
શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે કરી હતી અને વર્ષ ૨૦૧૭માં તેઓ ઘાટલોડિયા સીટ પરથી ગુજરાત વિધાસનભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
શ્રી પટેલ વર્ષ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ તેમને વર્ષ ૧૯૯૯માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે વર્ષ ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૨૦૦૬ના સમયગાળા દરમિયાન પોતાની જવાબદારીઓ નિભાવી.
વર્ષ ૨૦૦૮-૨૦૧૦ દરમિયાન તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારીઓ નિભાવી. ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ દરમિયાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થલતેજ વિસ્તારના વોર્ડ કોર્પોરેટર તરીકે સેવાઓ આપી. આ સમય દરમિયાન ભૂપેન્દ્રભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા.
વર્ષ ૨૦૧૫માં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેનપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં તેઓ ઘાટલોડીયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ૧,૧૭,૦૦૦ મતોથી ઘાટલોડીયા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા.
૧૫ જૂલાઈ, ૧૯૬૨ના રોજ અમદાવાદમાં જન્મેલા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. ઉપરાંત, મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની આ નવી ભૂમિકા દરમ્યાન શ્રી પટેલ ગુજરાતની વિકાસયાત્રાને આગળ લઇ જવા માટે અને રાજ્યમાં સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી પટેલ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે. પ્રકૃતિએ તેઓ આધ્યાત્મિક છે અને પૂ. શ્રી દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના ફોલોઅર છે. પોલિટિક્સ ઉપરાંત, શ્રી ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટ અને બેડમિંટન જેવા સ્પોર્ટ્સમાં પણ ઊંડો રસ ધરાવે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે 17 નવેમ્બર છેલ્લી તારીખ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે એટલે કે આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. આ પહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા (Ghatlodiya) વિધાનસભામાં એક વિશાળ રેલી યોજવાના છે. તેઓ આજે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભરશે. ફોર્મ ભરતાં સમયે ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Home Minister Amit Shah) હાજર રહ્યા છે. વળી આપને જણાવી દઇએ કે, ઉમેદવારી ફોર્મ ફરતા પહેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિ-મંદિરે દર્શન કર્યા હતા. રાજ્યના યશસ્વી અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફોર્મ ભરવા જતાં પહેલા ત્રિમંદીર ખાતે આત્માજ્ઞાની પૂજ્ય શ્રી દિપકભાઈ દેસાઈના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફોર્મ ભરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હાજર રહ્યા છે.