મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને હાઇકમાન્ડનું તેડું, જાણો શું થયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R. Patil)ને દિલ્હી હાઇકમાન્ડનું તેડું આવતાં શુક્રવારે બપોર બાદ બંને અગ્રણીઓ દિલ્હી જવા રવાના થશે.હાઇકમાન્ડે બંને મહાનુભાવોને દિલ્હી બોલાવ્યાંગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજà
09:20 AM Oct 14, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R. Patil)ને દિલ્હી હાઇકમાન્ડનું તેડું આવતાં શુક્રવારે બપોર બાદ બંને અગ્રણીઓ દિલ્હી જવા રવાના થશે.
હાઇકમાન્ડે બંને મહાનુભાવોને દિલ્હી બોલાવ્યાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઇ શકે છે અને તેની જાહેરાત દિવાળી બાદ થાય તેવી શક્યતા છે ત્યારે ચૂંટણી પૂર્વે મહત્ત્વની સમિક્ષા કરવા માટે ભાજપ હાઇકમાન્ડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્હી હાઇકમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. બંને મહાનુભાવો શુક્રવારે બપોર બાદ દિલ્હી જઇ રહ્યા છે.
ચૂંટણીના મુદ્દે થશે ચર્ચા
ભાજપ હાઇકમાન્ડ સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અગત્યની ચર્ચા કરશે તેમ જાણવા મળે છે. સુત્રોએ કહ્યું કે ગુજરાતની વર્તમાન રાજનીતિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તથા ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને ભાજપના અન્ય નેતાઓ સાથે ઉંડી ચર્ચા કરવામાં આવશે.
બેઠકમાં શું થશે ચર્ચા
ભાજપ હાઇકમાન્ડ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આ બેઠક મહત્ત્વની માની શકાય છે કારણ કે આ બેઠકમાં હાલમાં ગુજરાતના રાજકારણમાં કેવી સ્થિતિ છે તેની સમિક્ષા કરવામાં આવશે. બંને નેતાઓ હાઇકમાન્ડ સમક્ષ ગુજરાતની વર્તમાન સ્થિતિનો રિપોર્ટકાર્ડ રજૂ કરશે.
ટિકીટના મુદ્દે પણ ચર્ચા
માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ટિકીટ વહેંચણીના ક્રાયટેરીયા સંદર્ભે પણ ચર્ચા થઇ શકે છે. ગુજરાતના રાજકારણને લગતી ઝીણામાં ઝીણી માહિતીના મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. બંને મહાનુભાવોને દિલ્હી હાઇકમાન્ડમાં તેડું આવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
Next Article