Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કંટાળેલા લોકોએ આખરે શસ્ત્ર ઉપાડ્યું, રોડ નહીં તો વોટ નહીં

વડાગામ - કરોલી માર્ગ ઉપર કરાયો ચક્કાજામપાંચ ગામના લોકોએ કર્યો રોડ જામરસ્તાની સમસ્યાને લઈ સ્થાનિકોમાં આક્રોશચૂંટણી બહિષ્કારના બેનરો સાથે રોડ કર્યો જામરોડ નહિ તો વોટ નહીના નારા લાગ્યાગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો માહોલ જેમ જેમ જામી રહ્યો છે તેમ તેમ પોતાની સમસ્યાથી ત્રસ્ત થયેલા મતદારો પણ રાજકીય પક્ષો સામે નારાજગી બતાવતા જોવા મળી રહ્યા છે. મળેલા સમાચાર મુજબ અરવલ્લી જીà
કંટાળેલા લોકોએ આખરે શસ્ત્ર ઉપાડ્યું  રોડ નહીં તો વોટ નહીં
  • વડાગામ - કરોલી માર્ગ ઉપર કરાયો ચક્કાજામ
  • પાંચ ગામના લોકોએ કર્યો રોડ જામ
  • રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિકોમાં આક્રોશ
  • ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે રોડ કર્યો જામ
  • રોડ નહિ તો વોટ નહીના નારા લાગ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો માહોલ જેમ જેમ જામી રહ્યો છે તેમ તેમ પોતાની સમસ્યાથી ત્રસ્ત થયેલા મતદારો પણ રાજકીય પક્ષો સામે નારાજગી બતાવતા જોવા મળી રહ્યા છે. મળેલા સમાચાર મુજબ અરવલ્લી જીલ્લાના ધનસુરા પાસેના વડાગામ-કરોલી માર્ગને ગ્રામજનોએ ચક્કાજામ કરીને રસ્તાની સમસ્યા હલ નહી થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવી જાહેરાત કરી હતી. 
પોતાની વ્યથા ઠાલવતા લોકો
રાજ્યમાં ચૂંટણીનો માહોલ હવે જામી રહ્યો છે અને દરેક ચૂંટણી વખતે જોવામાં આવતું હોય છે કે સમસ્યાથી ત્રસ્ત થયેલા નાગરીકો ચૂંટણી ટાણે પોતાની સમસ્યા હલ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી આપતા હોય છે. વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહે છે તેમ તેમ રાજ્યના ઘણા વિસ્તારોમાં પોતાની વ્યથા અને રજૂઆત નેતાઓ સુધી પહોંચે તે માટે નાગરીકો સમસ્યાનું સમાધાન નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા જોવા મળી રહ્યા છે. નારાજ નાગરીકો ઘણે ઠેકાણે રાજકીય પક્ષોના નેતાઓને પ્રચારમાં નહીં આવવાના બેનર પણ લગાડી રહ્યા છે. 
વડાગામ - કરોલી માર્ગ ઉપર ચક્કાજામ 
આવા જ કંઇક દ્રષ્યો અરવલ્લી જીલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામ - કરોલી માર્ગ પર રવિવારે નાગરીકો દ્વારા  ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હિરાપુર, મગનપુરા કંપા , હીરાખાડી કંપા , સહિતના ગ્રામજનો આજે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રોડ નહિ તો વોટ નહીના બેનર સાથે રોડ પર ચક્કાજામ કર્યો હતો.

 ખરાબ રસ્તાના કારણે સ્થાનિકો પરેશાન
હિરાપુરથી વડાગામને જોડતા આ માર્ગ પર મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે ખરાબ રસ્તાના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે. બે વર્ષ અગાઉ રોડ મંજુર થયેલ હોવા છતાં આજદિન સુધી કોઈ કામ ન થતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે રોષ વ્યકત કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.