Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉમેદવારોના મનમાં 2 દિવસ ફડક..'જાને ક્યા હોગા રામા રે...'

8 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામમતગણતરીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ ચાલુ1621 ઉમેદવારોના ભાવિ EVMમાં થયા સીલથ્રી લેયર સુરક્ષામાં EVM સ્ટ્રોંગ રૂમમાં સીલમતગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થાબેઠક દીઠ અલગ ટેબલ ગોઠવવામાં આવશેઉમેદવારોમાં મનમાં હજું પણ ફડકગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે પૂર્ણ થઇ ચુકી છે અને 1621 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચુક્યા છે. ત્યારે પરિણામ શું àª
ઉમેદવારોના મનમાં 2 દિવસ ફડક   જાને ક્યા હોગા રામા રે
  • 8 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ
  • મતગણતરીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ ચાલુ
  • 1621 ઉમેદવારોના ભાવિ EVMમાં થયા સીલ
  • થ્રી લેયર સુરક્ષામાં EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ
  • મતગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા
  • બેઠક દીઠ અલગ ટેબલ ગોઠવવામાં આવશે
  • ઉમેદવારોમાં મનમાં હજું પણ ફડક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે પૂર્ણ થઇ ચુકી છે અને 1621 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચુક્યા છે. ત્યારે પરિણામ શું આવશે તેની પર સૌની નજર મંડાઇ છે. તમામ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ફરી એક વાર ભાજપ સરકાર બની રહી છે તેવા દાવા કરાયા છે. પણ ઉમેદવારોમાં મનમાં હજું પણ ફડક જોવા મળી રહી છે કે 8મી તારીખે જ્યારે ઇવીએમ ખુલશે ત્યારે શું થશે. અત્યારે તો ઉમેદવારો અને કાર્યકરો ફેમસ ગીતની પંક્તિ ગણગણી રહ્યા છે કે જાને..ક્યાં હોગા રામા રે... 

બીજા તબક્કામાં સરેરાશ 64.30 ટકા મતદાન 
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સરેરાશ 64.30 ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના જિલ્લામાં 71.40 ટકા મતદાન અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 58.32 ટકા તથા દાહોદ જિલ્લામાં 58.41 ટકા મતદાન નોંધાયું છે.  આણંદ જિલ્લામાં 67.80 ટકા,અરવલ્લી જિલ્લામાં 67.55 ટકા મતદાન નોંધાયું છે અને છોટાઉદેપુર જિલ્લામાં 64.67 ટકા તથા ગાંધીનગર જિલ્લામાં 65.66 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત ખેડા જિલ્લામાં 67.96 ટકા,મહેસાણા જિલ્લામાં 66.40 ટકા અને વડોદરામાં 63.81 ટકા મતદાન થયું છે. મહિસાગર જિલ્લામાં 60.98 ટકા,પંચમહાલ જિલ્લામાં 67.86 ટકા મતદાન અને પાટણ જિલ્લામાં 65.34 ટકા તથા સાબરકાંઠા જિલ્લામાં 70.95 ટકા મતદાન નોંધાયું છે. 
ઇવીએમને સ્ટ્રોંગ રુમમાં ખસેડાયા
તમામ ઇવીએમને સીલ કરીને મોડી રાત સુધી કામગિરી કરી જીલ્લા મથકો પર ઉભા કરાયેલા સ્ટ્રોંગ રુમ ખાતે મોકલી દેવાયા છે. સ્ટ્રોંગ રુમની બહાર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. ક્યાંક ક્યાંક રાજકીય પક્ષોના કાર્યકરો પણ પહેરો ગોઠવીને ઇવીએમમાં ગેરિરીતી થતી નથી ને તે ચકાસવા માટે પહેરો લગાવી રહ્યા છે. સ્ટ્રોંગ રુમ ખાતે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે અને બેઠક દીઠ અલગ અલગ ટેબલમાં મતગણતરી કરવામાં આવશે. 
ઉમેદવારોમાં ચિંતા
હવે તમામ 1621 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં કેટલું મતદાન થયું છે અને ક્યાં વધુ તથા ક્યાં કચાશ રહી ગઇ છે. તેનો ક્યાસ લગાવવામાં વ્યસ્ત થયા છે. દરેક ઉમેદવાર અને તેમના સમર્થકોમાં ચિંતા જોવા મળી રહી છે કે 8મીએ જ્યારે ઇવીએમ ખુલશે ત્યારે શું થશે. જો કે તમામ એક્ઝિટ પોલમાં તો ફરીથી રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપ સરકાર બની રહે છે તેવા દાવા કરાઇ રહ્યા છે પણ કોંગ્રેસના કાર્યકરો હજું પણ માને છે કે એક્ઝિટ પોલ ક્યારેય સાચા હોતા નથી. આમ આદમી પાર્ટી પણ આવો જ દાવો કરી રહી છે. 

પ્રચારબાદ હળવાશભર્યો દિવસ
હવે બે દિવસ ઉમેદવારો માટે ભારે સસ્પેન્સભર્યા રહેશે. ક્યા બૂથમાં નુકશાન થયું છે અને કઇ ભુલના કારણે તેમનું પરિણામ બગડી શકે છે તેની પર ઉમેદવારો તપાસ કરી રહ્યા છે. બે દિવસ હળવાશભર્યા છે. લગલગાટ 15 દિવસના ભારે પ્રચાર બાદ બે દિવસ તેઓ આરામ તો કરશે પણ મનમાં ક્યાંક ફડક પણ છે કે 8મીએ શું થશે. બે દિવસ તેઓ પરિવાર સાથે મનાવશે અને પોતાના વિસ્તારના કાર્યકરોને પણ મળશે
બે દિવસ કાઢવા અઘરા
મતદારોએ તો પોતાની ફરજ પૂરી કરીને ચૂકાદો આપી દીધો છે. આ ચૂકાદો હાલ ઇવીએમમાં બંધ છે પણ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આ બે દિવસ કાઢવા અઘરા બની જવાના છે. શું લાગે છે તે પ્રશ્ન સર્વત્ર પુછાઇ રહ્યો છે અને હાલ એવી સ્થિતી છે કે દરેક પોતાની ધારણા મુજબ અભિપ્રાય આપી રહ્યા છે પણ નક્કર કંઇ પણ કહી શકવાની સ્થિતિમાં કોઇ પણ નથી. 
શું લાગે છે..સર્વત્ર એક જ ચર્ચા
હા તો રાજ્યમાંચાની કિટલી હોય કે ઓફિસ કે પછી ઘર કે સોસાયટી અને મહોલ્લો હોય..સર્વત્ર એક જ ચર્ચા થઇ રહી છે કે શું લાગે છે...લોકો પોતાની રીતે ક્યાસ લગાવી રહ્યા છે. કેટલાક તો દાવા સાથે કહી રહ્યા છે કે આ જ સરકાર બનશે અને તેના કારણે ક્યારેક તો વાતાવરણ ગરમ પણ બની જતું હોય છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.