માળીયા બેઠકમાં પ્રથમ દિવસે 10 ફોર્મ ઉપડ્યા, વાંકાનેરમાં એક
આજથી ચૂંટણી અંગેનું જાહેરનામું અમલીટંકારામાં પહેલા દિવસે એકપણ ફોર્મ ન ઊપડ્યુંમોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકોMorbi : આજથી ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી બનતા જ ઉમેદવારી પત્ર ઉપાડવાનું અને ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં આજે કુલ મળી કોંગ્રેસ, બસપા, આપ અને અપક્ષ ઉમેદવારોએ કુલ 11 ફોર્મ ઉપડ્યા હતા. વાંકાનેર બેઠક ઉપર પણ એક અપક્ષ ઉમેદવારે ઉમ
01:04 PM Nov 05, 2022 IST
|
Vipul Pandya
- આજથી ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી
- ટંકારામાં પહેલા દિવસે એકપણ ફોર્મ ન ઊપડ્યું
- મોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો
Morbi : આજથી ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી બનતા જ ઉમેદવારી પત્ર ઉપાડવાનું અને ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં આજે કુલ મળી કોંગ્રેસ, બસપા, આપ અને અપક્ષ ઉમેદવારોએ કુલ 11 ફોર્મ ઉપડ્યા હતા. વાંકાનેર બેઠક ઉપર પણ એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારીપત્ર મેળવ્યું હતું.
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજેથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરુ થતા જ મોરબી-માળીયા બેઠક માટે કુલ દસ ફોર્મ ઉપડ્યા હતા જેમાં આદમી પાર્ટીના પંકજ રાણસરીયા, રાજેશ પટેલ, બસપાના કિશોરભાઈ વણોલ, સદાબહાર અપક્ષ ઉમેદવાર વિવેક મીરાણી, સિરાજ પોપટિયા, રામજીભાઈ મજેઠીયા, સાવન પાંચોટિયા, નવીનભાઈ ઘુમલીયા, મનીષકુમાર પટેલ અને કોંગ્રેસના મહેશભાઈ રાજ્યગુરૂએ ઉમેદવારી પત્ર મેળવ્યા હતા.
આ પણ વાંચો - ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ
Next Article