Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતનું બજેટ છે તે આ રેવડીમાં જ પૂરું થઈ જાય: ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ

આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતના ઓલપાડમાં  કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ અને મેગા મેડિકલ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન શ્રીએ લાભારથી મહિલાઓ સાથે વાતચીત કરી હતી.  આ કાર્યક્રમમાં  મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.  સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલà«
ગુજરાતનું બજેટ છે તે આ રેવડીમાં જ પૂરું થઈ જાય  ભાજપ અધ્યક્ષ શ્રી સી આર  પાટીલ
Advertisement
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતના ઓલપાડમાં  કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ અને મેગા મેડિકલ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન શ્રીએ લાભારથી મહિલાઓ સાથે વાતચીત કરી હતી.  આ કાર્યક્રમમાં  મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.  સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાર્તા લાપ કર્યો હતો.

બોલવું નહીં અંને ચાલવું નહીં તેવા PMના સમયમાં કોરોના આવ્યો હોય તો લાશોના ઢગલા ખડકાઈ ગયા હોત
ઓલપાડના મેગા મેડિકલ કેમ્પમાં  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે આપ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગુજરાતનું બજેટ છે તે આ રેવડીમાં જ પૂરું થઈ જાય, મનમોહન સરકાર પર આડકતરા પ્રહારો કરતા સી આર પાટીલે ઉમર્યું હતું કે બોલવું નહીં અંને ચાલવું નહીં તેવા PMના સમયમાં કોરોના આવ્યો હોય તો લાશોના ઢગલા ખડકાઈ ગયા હોત. 
અર્થતંત્ર મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે: CM
ઓલપાડ (Olpad ) ખાતે આજે વિકાસલક્ષી કાર્યક્રમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેમણે વિપક્ષની આકરી ઝાટકણી  કાઢી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રમાં પીએમ મોદીની સરકારને કારણે ગુજરાતને ઘણો ફાયદો મળ્યો છે. આજે ગુજરાતના વિકાસથી દેશનું વિકાસ મોડલ બન્યું છે. સાથે જ હાલમાં કેન્દ્રની મોદી સરકારની  ઘણી યોજનાઓનો લાભ ગુજરાતને મળ્યો છે. ગુજરાતના 97 ટકા ગામોમાં નળથી જળ યોજનાથી પાણી પહોંચ્યું છે. કોરોના બાદ પણ સરકારે નાના વેપારીઓની ચિંતા કરીને તેમનું ધ્યાન રાખ્યું છે.  રાજ્ય સરકારે ખેડૂતો વેપારીઓની હિતના ઘણાં નિર્ણયો કર્યા છે, જેનાથી  રાજ્યની પ્રજાને સીધો ફાયદો થયો છે. બે દાયકા પહેલા અને આજની શિક્ષણ વ્યવસ્થામાં પણ આજે ઘણો બદલાવ આવ્યો છે. 



અર્થતંત્ર મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે: CM
ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર પાટીલે ફરી રેવડી પ્રથા માટે કેજરીવાલ સરકારને આડે હાથ લીધી હતી. તેમને કહ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તા માટે જીત એજ લક્ષ્ય હોવું જોઈએ. વડાપ્રધાન મોદીની સેનાના સેનાપતિઓએ તરીકે દરેક કાર્યકરે લક્ષ્ય નિશ્ચિત કર્યું છે, બધી સીટ જીતવી છે અને 50000 વધુ મત સાથે ગુજરાતની તમામ સીટ જીતવી છે. આખા દેશમાં PM મોદી આન બાન અને શાન સાથે 75 ટકા મત સાથે બિરાજમાન થયા છે. લોકો દ્વારા ચૂંટાયેલા દેશના પ્રધાનમંત્રી PM મોદી છે. મનમોહન સરકાર પર આડકતરા પ્રહારો કરતા તેઓએ ઉમર્યું હતું કે બોલવું નહીં અંને ચાલવું નહીં તેવા PMના સમયમાં કોરોના આવ્યો હોય તો લાશોના ઢગલા ખડકાઈ ગયા હોત.
 
ગુજરાતની સમૃદ્ધિ તમને કેમ નથી ગમતી
હમણાં બધા મફત રેવડીની વાત કરે છે. જેને કઇ આપવું નથી તે કઈ પણ કરી શકે. સી.આર, પાટીલે ઉમેર્યું હતું કે ગુજરાતનું બજેટ છે તે આ રેવડીમાં જ પૂરું થઈ જાય. ગુજરાત વિરોધી છે તેવા લોકોને ભેગા કરીને ગુજરાતમાં આગળ લાવવાનો પ્રયાસ કરે છે તેને પૂછવું છે કે ગુજરાતની સમૃદ્ધિ તમને કેમ નથી ગમતી. તેમણે હુંકાર આપ્યો હતો કે ગુજરાતના વિકાસને રોકવા વાળા લોકોને ગુજરાત ભાજપની ટીમ જવાબ આપશે.
 
 
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×