Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મૂરતિયા માટે ભાજપનું મંથન, જાણો આજે બીજા દિવસે ક્યાં-કેટલા મુરતિયાઓએ નોંધાવી ઉમેદવારી

ગુજરાત વિધાનસભાની (Gujarat Elections 2022) ચૂંટણી નજીક છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આવો જાણીએ ક્યાં કેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી ઉમેદવારી નોંધાવી છે.સુરત (Surat)સુરતમાં છેલ્લા બે દિવસમાં 10 વિધાનસભાના દાવેદારà«
04:51 PM Oct 28, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની (Gujarat Elections 2022) ચૂંટણી નજીક છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આવો જાણીએ ક્યાં કેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી ઉમેદવારી નોંધાવી છે.
સુરત (Surat)
સુરતમાં છેલ્લા બે દિવસમાં 10 વિધાનસભાના દાવેદારોને સંભળવામાં આવ્યા. ગત રોજ ઉધના, વરાછા, ચોર્યાસી, મજુરા, કરંજ અને કતારગામ બેઠકના દાવેદારો આવ્યા હતા. જેમાં ઉધનામાં 46, મજુરા 10, ચોર્યાસી 58, કતારગામ 23, વરાછા 21, કરંજ 24 એમ કુલ 182 દાવેદારો નોંધાયા હતા. આજે ચાર બેઠક ઉપર દાવેદારી નોંધાઈ જેમાં સુરત પૂર્વમાં 54, પશ્ચિમમાં 62, સુરત ઉત્તર 35 અને લિંબાયત બેઠક માટે 29 દાવેદારોએ દાવેદારી કરી છે. આજે 180 દાવેદારો ચાર બેઠક માટે દાવેદારી નોંધાવી. બે દિવસમાાં 10 બેઠકો પર 362 દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે.
રાજકોટ (Rajkot)
રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજકોટની ગ્રામ્ય, દક્ષિણ, પૂર્વ, જેતપુર-જામ કંડોરણા, ધોરાજી-ઉપલેટા, જસદણ વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા - 38, રાજકોટ દક્ષિણ - 16, રાજકોટ પૂર્વ - 22, જસદણ - 4, ધોરાજી-ઉપલેટા - 28, જેતપુર-જામ કંડોરણા - 6 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.
મોરબી (Morbi)
મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે ભાજપની સેન્સ પ્રકિયા હાથ ધરી જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 20 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. વાંકાનેર - કુવાડવા બેઠક માટે 35 દાવેદારો મેદાને છે. રાજવી પરિવારના કેસરીદેવસિંહ, જીતુભાઇ સોમાણી સહિત 35 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
વડોદરા (Vadodara)
વડોદરા શહેરની 5 વિધાનસભા બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરની 5 વિધાનસભા બેઠક પર નિરીક્ષકો શંકર ચૌધરી, જનક પટેલ અને ડો વીણાબેન પ્રજાપતિએ સતત 2 દિવસ સુધી દાવેદારોની સેન્સ લીધી. વડોદરાની 5 બેઠક પર 232 દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. વડોદરાની સાયાજીગંજ બેઠક પર 61 દાવેદારો, અકોટા બેઠક પર 38 દાવેદારો, રાવપુરા બેઠક પર 44 દાવેદારો, માંજલપુર વિધાનસભા બેઠક પર 52 દાવેદારો અને શહેરવાડી બેઠક પર 37 દાવેદારોએ ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી છે.
સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષક શંકર ચૌધરીએ જણાવ્યું હતુ કે, વડોદરાની તમામ સીટો ઐતિહાસિક માર્જીન સાથે જીતીશું. તમામ બેઠકો 50 હજાર મતોનાં માર્જીનથી જીતીશું. પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને દાવેદારોએ ઐતિહાસિક જીતનો વિશ્વાસ અપાવ્યો. અમારી સરકારે યુક્રેન યુદ્ધમાં ફસાયેલાઓને મદદ, રામમંદિર નિર્માણ આ મુદ્દા લોકોનાં ધ્યાનમાં છે. 150 થી વધુ બેઠકોનાં જીતનો આત્મવિશ્વાસ ઉભો થયો છે. સામે પક્ષે ડિપોઝિટ પણ જાય તેવી જંગી લીડથી ભાજપ ઉમેદવારો જીતશે.
દ્વારકા (Dwarka)
ભાજપ દ્વારા દ્વારકા જીલ્લાની બે વિધાનસભા બેઠક ખંભાળિયા અને દ્વારકા એમ બે વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી  જયસિંહ ચોહાણ , પ્રદેશ મંત્રી મહેશ કશવાલા , તેમજ રક્ષાબેન બોલીયા દ્વારા હાથ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખંભાળિયા 81 બેઠક માટે ભાજપમાંથી રામસી ગોરીયા, મુરૂભાઈ બેરા, મેરામણ ભાટુ , દિગ્ગજ નેતા મયુરભાઈ ગઢવી જેવા નામોએ દાવેદારી  કરી. દ્વારકા 82 વિધાનસભા બેઠક માટે  મુખ્ય પબુભા માણેક, સહદેવસિંહ માણેક સિવાય અન્ય દાવેદાર વિઠ્ઠલભાઈ સોનગરા,જગાભાઈ મેરગ ચાવડા, રામશી ગોરીયાએ દાવેદારી કરી.
સુરેન્દ્રનગર (Surendranagar)
સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો  વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને દસાડા બેઠકો માટે તબક્કાવાર સેન્સ લેવામાં આવી હતી. નીરીક્ષકો કે.સી. પટેલ, મયંકભાઈ નાયક, પુષ્પાબેન મિસ્ત્રી દાવેદારી કરનાર ઉમેદવારોની સેન્સ લઈ હાઈકમાંડ સુધી પહોંચાડશે. ચોટીલા વિધાનસભા બેઠક માટે 20 અને વઢવાણ વિધાનસભા બેઠક માટે 24 દાવેદારોએ માંગી ટિકિટ છે. ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર અંદાજે 10થી દાવેદારોએ ટિકિટની દાવેદારી નોંધાવી છે. વઢવાણ વિધાનસભા બેઠક પર અંદાજે 30થી દાવેદારોએ ટિકિટની દાવેદારી નોંધાવી છે.
ક્ચ્છ (Kutch)
કચ્છમાં ભાજપ દ્વારા આજે બીજા દિવસે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માંડવી,અબડાસા,ગાંધીધામ વિધાસભાના બેઠકની સેન્સ પ્રક્રિયા ગઈકાલે હાથ ધરાઈ હતી જ્યારે આજે અંજાર, રાપર, ભુજ બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ધારાસભ્ય વાસણભાઈ આહિરએ પણ ઉમેદવારી નોંધાવી છે. કચ્છની બેઠકો માટે મુળુભાઈ બેરા, હિતેશ પટેલ અને શારદાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.  ભુજ સીટ પર  17 ઉમેદવારના સેન્સ લેવામાં આવી.
જૂનાગઢ (Junagadh)
વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજા દિવસે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મંત્રી રમણભાઈ વોરા અને સાંસદ જુગલજી ઠાકોર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ગઈકાલે માંગરોળ માણાવદર અને કેશોદ બેઠક બાદ આજે વિસાવદર અને જૂનાગઢ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સૌથી વધુ જૂનાગઢ બેઠક માટે 40 દાવેદારો, કેશોદ બેઠક માટે 35 દાવેદારો, માંગરોળ બેઠક માટે 28 દાવેદારો, વિસાવદર બેઠક માટે 11 દાવેદારો, માણાવદર બેઠક માટે 8 દાવેદારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે. જીલ્લાની કુલ 5 બેઠકો પર કુલ 122 દાવેદારોએ દાવેદારી  નોંધાવી છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ પણ દાવેદારી નોંધાવી છે તેમજ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સહકારી ક્ષેત્રના અગ્રણી ડોલર કોટેચા, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહીતના આગેવાનોએ પણ જૂનાગઢ બેઠક માટે દાવેદારી નોંધાવી છે.
અરવલ્લી (Arvalli)
અરવલ્લી જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. ભિલોડા,મોડાસા અને બાયડ વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં મોડાસા બેઠક માટે 37 દાવેદારોએ કરી દાવેદારી, બાયડ બેઠક માટે 36 ઉમેદવારોએ માગી ટિકિટ, ભિલોડા બેઠક માટે 11 દાવેદારોએ ચૂંટણી લડવા ટિકિટ માંગી છે. બાયડ બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ, નગર પાલિકા પ્રમુખ સ્નેહલ પટેલે, નગર પાલિકા ઉપ પ્રમુખ ગાયત્રીબેન પટેલે, તાલુકા સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા, બક્ષીપંચ મોરચાના અગ્રણી ભૂપતસિંહ અને છત્રસિંહે, કિસાન મોરચા પ્રમુખ અશ્વિન પટેલે, પાટીદાર નેતા કિરીટ પટેલે દાવેદારી નોંધાવી છે.
પંચમહાલ-ગોધરા (Panchmahal-Gadhra)
પંચમહાલ જિલ્લામાં ભાજપ દ્વારા દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજે મોરવા હડફ, કાલોલ અને હાલોલ વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરવા હડફ બેઠક માટે 18 જેટલા દાવેદારો, કાલોલ બેઠક 50 ઉપરાંત દાવેદારો દાવેદારી નોંધાવી છે. હાલોલ વિધાનસભા માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
જામનગર (Jamnagar)
જીલ્લાની  વિધાનસભાની 3 બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા જેમાં જામનગર ગ્રામ્ય-77, કાલાવડ 76, અને જામજોધપુર 80 બેઠક માટે કુલ 96 દાવોદારોએ ટીકીટની માંગણી  કરી. સૌથી વધુ 56 દાવેદારો કાલાવડ બેઠકમાં, ગ્રામ્યમાં 22 દાવેદારો અને જામજોધપુરમા 18 દાવેદારોએ ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી છે. 3 બેઠક પર વર્તમાન કૃષિમંત્રી સહીત 7 પુર્વ ધારાસભ્ય ટીકીટની રેસમાં છે.
નવસારી (Navsari)
નવસારી જિલ્લાની 4 બેઠકો પર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ નવસારી વિધાનસભાના કુલ 16 દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા. વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ,  સંગઠનના અગ્રણી અશોક ધોરજીયા, મધુ કથીરિયા સહિત 16 દાવેદારો મેદાનમાં છે. વાંસદા વિધાનસભા બેઠક પર 18 દાવેદારોએ દાવેદારી નોંધાવી. ગણદેવી માટે 10 અને જલાલપોર વિધાનસભા માટે કુલ 4 દાવેદારોએ દાવેદારી કરી. જિલ્લાની ચારેય વિધાનસભાઓ પર ભાજપમાંથી કુલ 48 મુરતિયાઓમાં ચુંટણી જંગ લડવા દાવેદારી કરી છે.
મહેસાણા (Mahesana)
મહેસાણામાં ભાજપની બે દિવસીય સેન્સ બેઠક પૂરી થઈ, અહીંની 7 બેઠકો માટેની સેન્સ બેઠક પૂર્ણ થઈ છે. વિસનગર બેઠક પર 17થી વધુ દાવેદારો, ખેરાલુ બેઠક પર 21થી વધુ દાવેદારો, વિજાપુર બેઠક પર 23થી વધુ દાવેદારો, ઉંઝા બેઠક પર 42થી વધુ દાવેદારો, બેચરાજી બેઠક પર 20થી વધુ દાવેદારો, કડી બેઠક પર 55થી વધુ દાવેદારો અને મહેસાણા બેઠક પર 23 થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે.
વલસાડ (Valsad)
વલસાડમાં 3 વિધાનસભા બેઠકના ઉમેદવારી નોંધાવનાર અને કાર્યકર્તાઓની સેન્સ લેવાનો કાર્યક્રમ મધરાત સુધી ચાલ્યો હતો. ત્રણ વિધાનસભા પૈકી કપરાડામાં 4, પારડીમાં 8 અને ઉમરગામ બેઠક માટે 16 જેટલા લોકોએ દાવેદારી કરી છે.
આ પણ વાંચો - ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ, ટિકિટ મેળવવા દાવેદારોના ટોળા ઉમટ્યા
Tags :
BJPCandidateSelectionElections2022GujaratElections2022GujaratFirstSensProcess
Next Article