Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ, જાણો આજે ક્યાં-કેટલા મુરતિયાઓએ નોંધાવી ઉમેદવારી

ગુજરાત વિધાનસભાની (Gujarat Elections 2022) ચૂંટણી નજીક છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આવો જાણીએ ક્યાં કેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી ઉમેદવારી નોંધાવી છે.સુરત (Surat) પ્રથમ દિવસ અપડેટવિધાનસભાની ચૂંટણી માટે દાવેદાà
ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ  જાણો આજે ક્યાં કેટલા મુરતિયાઓએ નોંધાવી ઉમેદવારી
ગુજરાત વિધાનસભાની (Gujarat Elections 2022) ચૂંટણી નજીક છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આવો જાણીએ ક્યાં કેટલા ઉમેદવારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી ઉમેદવારી નોંધાવી છે.
સુરત (Surat) પ્રથમ દિવસ અપડેટ
વિધાનસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવવાના પહેલા દિવસે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. આજે  ઉધના, વરાછા, કતારગામ, કરંજ, મજુરા અને ચોર્યાસી એમ કુલ 6 વિધાનસભા બેઠક માટે 182 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમા વર્તમાન ધારાસભ્યો પૈકી ચાર ધારાસભ્યો એ ફરી ટીકીટ માંગી છે. મજુરા વિધાનસભા પર હર્ષ સંઘવીને રિપીટ કરવા પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. ઉધનામાં 46, મજૂરામાં 10 અને ચોર્યાસીમાં 58 લોકોએ દાવેદારી નોંધાવી.કતારગામ પર 23, વરાછા પર 21, કરંજ પર 24 લોકોએ દાવેદારી નોંધાવી.
મહેસાણા
મહેસાણા (Mahesana) જીલ્લાની સાત વિધાન સભા ની સીટ ના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયામાં આજે પ્રથમ દિવસે  વિસનગર ખેરાલુ અને વિજાપુર માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં વિસનગર વિધાન સભાની સીટ પરથી ભાજપ માંથી 15 લોકોએ  દાવેદારી નોંધાવી. હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે અન્ય 14 લોકોએ વિસનગર સીટ પરથી ભાજપ માંથી ચૂંટણી લડવા તૈયારી દર્શાવી.
જામનગર
જામનગર (Jamnagar) શહેરની બે બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ. જેમાં ઉત્તર બેઠક પર વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 6 દાવેદારો અને દક્ષિણ બેઠક પર 19 દાવેદારો નોંધાયા. દક્ષિણ બેઠક પર પ્રદેશ ભાજપાના પૂર્વ પ્રમુખ આર.સી. ફળદુ વર્તમાન ધારાસભ્ય છે.
નવસારી
નવસારીમાં (Navsari) આજે ભાજપના નિરીક્ષકો દ્વારા ટિકીટવાંચ્છુઓને સાંભળવામાં આવ્યા. જેમાં ગણદેવીમાંથી 12 દાવેદારોએ ચુંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી. હાલના ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન નરેશ પટેલ, ગણદેવી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષા સુમિત્રા પટેલ, ખેરગામ ભાજપ પ્રમુખ ચુન્ની પટેલ સહિત 12 લોકોએ  દાવેદારી નોંધાવી. જલાલપોર વિધાનસભા બેઠક પર 5 ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્ય આર. સી. પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ પટેલ, ક્રિકેટર અને બોલિંગ કોચ રાકેશ પટેલ સહિત 4 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી.
પોરબંદર
ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો એ પોરબંદર ખાતે હોદેદારો-કાર્યકરોને સાંભળ્યા. પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી 7 અને કુતિયાણા વિધાનસભા માંથી 6 દાવેદારો એ નિરીક્ષકો પાસે પ્રસ્તાવ મુક્યો. ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ ને મોકલવામાં આવશે, ત્યારબાદ ફાઇનલ નામ જાહેર કરવામાં આવશે.
ક્ચ્છ
ભાજપ દ્વારા ભુજમાં (Bhuj) સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં માંડવી બેઠક પર  30 થી વધુ દાવેદારોએ પોતાના બાયોડેટા રજૂ કર્યા કચ્છાની માંડવી વિધાનસભા બેઠક પર ભાજપમાં 30 થી વધુ દાવેદારો અને અબડાસા બેઠક પર 15 દાવેદારોએ દાવેદારી નોંધાવી.
જૂનાગઢ
જુનાગઢમાં (Junagadh) વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપની કવાયત શરૂ બે દિવસમાં પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાશે. પૂર્વ મંત્રી રમણભાઈ વોરા અને અમદાવાદ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સરલાબેન મકવાણા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજ રોજ સવારે માંગરોળ, બપોરે માણાવદર અને સાંજે કેશોદ બેઠકના સંભવિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી આવતીકાલે શુક્રવારે સવારે વિસાવદર અને સાંજે જૂનાગઢ બેઠકના સંભવિત ઉમેદવારોની સેન્સ લેવાશે.
વડોદરા
ભાજપ (BJP) દ્વારા વડોદરા (Vadodara) શહેરની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ. શંકર ચોધરી,જનક પટેલ,વીણાબેન પ્રજાપતિ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.  ડભોઈઆજે ૬ જેટલાં દાવેદારોએ દાવેદારી નોંધાવી. અકોટા વિધાનસભા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય સીમા મોહિલે સહિત 34 દાવેદારો એ દાવેદારી નોંધાવી. સયાજીગંજ બેઠક પર 50થી વધારે દાવેદારો ઉમેદવારી નોંધાવી.
Advertisement
Tags :
Advertisement

.