46 કેન્દ્રીય નેતાઓ, 36 સ્થાનિક નેતાઓ ગજવશે સભાઓ, પહેલા તબક્કા માટે ભાજપ કરશે ઝંઝાવાતી પ્રચાર
ભાજપનો આવતીકાલથી શરૂ થશે ચૂંટણી પ્રચારએક સાથે અનેક સ્થળોએ સભા કરી ભાજપ તરફી માહોલ બનાવાશેબિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર લોકો સામે ઉજાગર કરશેગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચુક્યા છે. મોટાભાગની સીટો પર રાજકિય પાર્ટીઓના ઉમેદવારો જાહેર થઈ ચુક્યા છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે જેમાં પહેલા તબક્કામાં 89 બેઠકોમાં મતદાન થવાનું છે. આવતીકાલથી ભાજપ વિધાનસભ
- ભાજપનો આવતીકાલથી શરૂ થશે ચૂંટણી પ્રચાર
- એક સાથે અનેક સ્થળોએ સભા કરી ભાજપ તરફી માહોલ બનાવાશે
- બિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર લોકો સામે ઉજાગર કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચુક્યા છે. મોટાભાગની સીટો પર રાજકિય પાર્ટીઓના ઉમેદવારો જાહેર થઈ ચુક્યા છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે જેમાં પહેલા તબક્કામાં 89 બેઠકોમાં મતદાન થવાનું છે. આવતીકાલથી ભાજપ વિધાનસભાની ચૂંટણીના શ્રીગણેશ કરવાનું છે.
ભાજપ તરફ વાતાવરણ ઉભુ થશે
આમ તો ભાજપે ઘણા સમય પહેલેથી જ ચૂંટણીનો પ્રચાર અને તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ તે પાર્ટીનો પ્રચાર હતો હવે આવતીકાલથી જે પ્રચાર શરૂ થવાનો છે તે ઉમેદવારો માટેનો પ્રચાર શરૂ થશે. સ્થાનિક ઉમેદવારોના પ્રચાર માટે ભાજપના કેન્દ્રીય અને પ્રદેશના દિગ્ગજ નેતાઓ આવશે. આવતીકાલથી ભાજપ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. જેમાં પહેલા તબક્કાની સીટો માટે અલગ અલગ સ્થળો કેન્દ્રીય અને પ્રદેશના નેતાઓ આવી ચૂંટણી પ્રચાર કરશે અને ચૂંટણી પહેલા ભાજપ તરફી વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરાશે.
બાહુબલી નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર
લોકશાહીના મહાપર્વના પહેલા તબક્કામાં 89 બેઠકો પૈકી 82 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોના સમર્થનમાં રાષ્ટ્રીય સંગઠન, કેન્દ્રિય મંત્રી મંડળ તેમજ ભાજપા શાસીત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને નાયબ મુખ્યમંત્રીશ્રીઓ, દેશના વિવિધ લોકસભા ક્ષેત્રના સાંસદો મળી કુલ 15 મહાનુભાવો 46 વિધાનસભા ક્ષેત્રમાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, રાજય સરકારના મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, પૂર્વ મુખ્યમંત્રીશ્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રીઓ રાજ્યના સાંસદો તેમજ સંઠનના હોદેદારો મળી કુલ 14 મહાનુભાવો 36 વિધાનસભા વિસ્તારમાં પ્રચાર-પ્રસાર અને વિશાળ જનસભાને સંબોધન કરશે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રીની પત્રકાર પરિષદ
ભાજપ મીડિયા સેન્ટર ખાતેથી ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલથી ભારતીય જનતા પાર્ટીના પ્રચારને લઈને સંપૂર્ણ વિગતો આપી હતી અને આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર અને જનસભા સંબોધનાર મહાનુભાવો દેશ અને વિવિધ રાજ્યોમાં કાર્યરત બિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર ઉજાગર કરશે. મહાનુભાવોના આ પ્રચાર પ્રસાર થકી રાજ્યમાં રેકોર્ડ બ્રેક સીટો સાથે અને રેકોર્ડ બ્રેક લીડ સાથે ભાજપાનો પ્રચંડ વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ નેતાઓ ગજવશે સભા
- રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજી
- કેન્દ્રિય મંત્રી શ્રી નીતિન ગડકરીજી
- કેન્દ્રિય મંત્રી શ્રી નરેન્દ્ર તોમરજી
- કેન્દ્રિય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજી
- કેન્દ્રિય મંત્રીશ્રી જનરલ વી. કે. સિંહજી
- કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાજી
- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણજી
- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી
- આસામના મુખ્યમંત્રીશ્રી હેમંત શર્માજી
- મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીશજી
- પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતાશ્રી શુભેન્દુ અધિકારીજી
- ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખશ્રી તેજસ્વી સુર્યાજી
- લદ્દાખ લોકસભાના સાંસદશ્રી જમ્યાંગ નામગ્યાલ
- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
- પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજી
- નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
- સાંસદશ્રી પરસોત્તમભાઇ રૂપાલા
- શ્રીમતિ પૂનમબેન માડમ
- પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી વજુભાઇ વાળા
- શ્રી આર. સી. ફળદુ
- શ્રી ગણપતભાઇ વસાવા
- શ્રી પરસોત્તમભાઇ સોલંકી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement