Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપનું ચૂંટણીનું રણશિંગુ, સોશિયલ મીડિયામાં આક્રમક પ્રચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ની આજે જાહેરાત કરવામાં આવી છે.ચૂંટણી જાહેર થતાંની સાથે ભાજપ (BJP ) એક્શન મોડમાં દેખાઈ રહી છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા (Social Media) પર એક કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. ભાજપ સોશિયલ મીડિયા પર 'ખીલશે કમળ, ગુજરાત જીતશે'ના નામથી પોસ્ટ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર યુવા વર્ગ સહિત જનજન સુધી પહોંચવા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે.ભાજપે ડિજàª
ભાજપનું ચૂંટણીનું રણશિંગુ  સોશિયલ મીડિયામાં  આક્રમક પ્રચાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ની આજે જાહેરાત કરવામાં આવી છે.ચૂંટણી જાહેર થતાંની સાથે ભાજપ (BJP ) એક્શન મોડમાં દેખાઈ રહી છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા (Social Media) પર એક કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. ભાજપ સોશિયલ મીડિયા પર "ખીલશે કમળ, ગુજરાત જીતશે"ના નામથી પોસ્ટ કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર યુવા વર્ગ સહિત જનજન સુધી પહોંચવા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે.

ભાજપે ડિજિટલ પ્રચાર શરુ કર્યો 
ભાજપ દ્વારા આ વખતે ચૂંટણીમાં 150થી વધુ બેઠકો કબજે કરવાનો દાવો કરવામાં આવ્યો હોવાને કારણે ભાજપ આ વખતે કોઈ પણ  કચાશ રાખવા માંગતી નથી. હવે 21મી સદીના ડિજીટલ યુગમાં ભાજપ ડિજીટલી લોકો સુધી પહોંચવા માટે ખાસ કેમ્પેઈન ચલાવી રહી છે. ભાજપ દ્વારા આ વખતે સોશિયલ મીડિયા માટે ખાસ કેમ્પેઈન ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપે 8 તારીખે યોજાનારી મતગણતરીની તારીખનો ઉલ્લેખ કરતાં ખાસ સ્લોગન બનાવ્યું છે.... "ખીલશે કમળ, ગુજરાત જીતશે" સ્લોગનથી કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું છે.
ભાજપના કાર્યકરોનો આક્રમક પ્રચાર 
આ કેમ્પેઈનની ખાસિયત એ છે કે જીતશે ગુજરાત લખવાથી તેઓ સમગ્ર ગુજરાતને જીતમાં ભાગીદાર બનાવવાની રણનીતિ તૈયાર કરી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપની એ ખાસિયત રહી છે કે ભાજપ હંમેશાથી જીતને શ્રેય ગુજરાતની જનતાને આપે છે.એટલે જ ભાજપ આ પ્રકારના કેમ્પેઇન બનાવે છે જેમાં ગુજરાતની જનતા સહભાગી હોય. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પેઇનમાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો પણ સહભાગી બની રહ્યા છે..ભાજપના તમામ કાર્યકરો, હોદ્દેદારો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આ કેમ્પેઈનનું પોસ્ટર શેર કરી રહ્યા છે..
Advertisement
Tags :
Advertisement

.