ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુપીમાં બાબા યોગીનું બુલડોઝર ચાલ્યું, ઉત્તરાખંડમાં પણ ભાજપની શાનદાર જીત

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી-2022ના પરિણામ હવે સ્પષ્ટ થવા લાગ્યા છે. પાંચમાંથી ચાર રાજ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. હાલમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં હજુ મતગણતરી ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં
07:01 PM Mar 10, 2022 IST | Vipul Pandya

ઉત્તર
પ્રદેશ
, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી-2022ના પરિણામ હવે સ્પષ્ટ થવા લાગ્યા છે. પાંચમાંથી ચાર રાજ્ય ઉત્તર પ્રદેશ,
ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભારતીય
જનતા પાર્ટી
ની સરકાર બની રહી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની
રહી છે. હાલમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં હજુ મતગણતરી ચાલી રહી છે. પરંતુ
અત્યાર સુધીમાં જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બંને રાજ્યમાં ભાજપની જીત
થઈ ચૂકી છે.

 

ઉત્તર પ્રદેશ - કુલ સીટ - 403

જો ઉત્તર
પ્રદેશની વાત કરવામાં આવે યોગી આદિત્યનાથ ફરી એક વખત મુખ્યમંત્રી બની રહ્યા છે.
પ્રદેશની
403 વિધાનસભા સીટોમાંથી ભાજપાનો 253 સીટો પર વિજય થયો જ્યારે
એક સીટ પર લીડ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીનો 108
સીટો
પર વિજય થયો છે. જ્યારે 4 બેઠક પર લીડ કરી રહ્યું છે. કોંગ્રેસનો
2
સીટ પર વિજય થયો છે. 1 સીટ
પર બીએસપીનો અને
2 સીટ પર અન્યનો વિજય થયો છે.


 

ઉત્તરાખંડ - કુલ સીટ - 70

ઉત્તરાખંડમાં
ફરી એક વખત ભાજપનો જલવો યથાવત્ રહ્યો છે. ઉત્તરાખંડના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ
પાર્ટી સતત બીજી વખત સરકાર બનાવશે. રાજ્યની
70 વિધાનસભા
સીટોમાંથી
47માં બીજેપીનો વિજય થયો છે. કોંગ્રસનો 18 બેઠક
પર વિજય થયો છે. 1 સીટ પર બીએસપી જીતી છે.
2 સીટો અન્યને મળી છે. બીએસપી 1 સીટ પર લીડ કરી રહી છે. જ્યારે 1
સીટ પર કોંગ્રેસ લીડ કરી રહી છે.


 

Tags :
Election2022GujaratFirstUPResultUttarakhandResult
Next Article