Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJPની ચૂંટણીની તૈયારીઓ તેજ, ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો મોકલશે પ્રદેશ ભાજપ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા રાજ્યમાં તમામ પક્ષો સક્રિય થઇ ગયા છે. દરેક પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે ભાજપે ચૂંટણી(BJP election)માં જીત હાંસલ કરવા વધુ એક માસ્ટર પ્લાન (Master plan)તૈયાર કર્યો છે.27-28-29મીએ નિરીક્ષકો જશે દરેક વિધાનસભા ક્ષેત્રમાંભાજપ (BJP)પોતાના નિરીક્ષકો (Observers)ને આગામી 3 દિવસ દિવસ સુધી દરેક વિધાનસભા વિસ્તારમાં મોકલશે. આગામી તારીખ 27
bjpની ચૂંટણીની તૈયારીઓ તેજ  ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો મોકલશે પ્રદેશ ભાજપ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા રાજ્યમાં તમામ પક્ષો સક્રિય થઇ ગયા છે. દરેક પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે ભાજપે ચૂંટણી(BJP election)માં જીત હાંસલ કરવા વધુ એક માસ્ટર પ્લાન (Master plan)તૈયાર કર્યો છે.
27-28-29મીએ નિરીક્ષકો જશે દરેક વિધાનસભા ક્ષેત્રમાં
ભાજપ (BJP)પોતાના નિરીક્ષકો (Observers)ને આગામી 3 દિવસ દિવસ સુધી દરેક વિધાનસભા વિસ્તારમાં મોકલશે. આગામી તારીખ 27-28 અને 29મીએ ભાજપના દરેક નિરીક્ષકો વિધાનસભાના પ્રવાસે જશે. 
આ નિરીક્ષકો તાલુકા-જિલ્લા-નગરપાલિકાના હોદ્દેદારો સાથે બેઠક કરશે. ચૂંટણીમાં જે લોકો ઉમેદવારી માટે તત્પરતા દાખવી રહ્યાં છે તેવા નામો મેળવશે. જે લોકો ઉમેદવારી માટે ઈચ્છુક છે તેઓની આ નિરીક્ષકો વાત સાંભળશે. જે નામ વિધાનસભા વાઈઝ આવશે તેને પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે.
આ વર્ષે ભાજપ નેતાઓ દિવાળીની ઉજવણી કાર્યકરો સાથે કરશે
આ સિવાય તમને જણાવી દઇએ કે, ભાજપના નેતાઓ આ વર્ષે દિવાળીની ઉજવણી પણ કાર્યકરો સાથે કરશે. કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વ કાર્યકરો સાથે બેઠકો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) અને CM ભૂપેન્દ્રભાઈ  પટેલ (Bhupendrabhai Patel)અને પ્રદેશ પ્રમુખશ્રી CR પાટીલ કાર્યકરોને મળશે. 
ઝોન વાઇઝ કાર્યકરો સાથે કેન્દ્રીય નેતાઓ બેઠક કરશે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતની બેઠક (North Gujarat) પાલનપુરમાં યોજાશે, સૌરાષ્ટ્રની બેઠક સોમનાથમાં યોજાશે, મધ્ય ગુજરાતની બેઠક વડોદરામાં યોજાશે જ્યારે દક્ષિણ ગુજરાતની બેઠક સુરતમાં યોજાશે.
Advertisement
Tags :
Advertisement

.