Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપનો ચૂંટણી ઢંઢેરો આવતીકાલે થશે જાહેર, જનતા પાસેથી મળેલા સૂચનોના આધારે સંકલ્પ પત્ર તૈયાર

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ચૂક્યા છે. પરંતુ ભાજપે હજુ જાહેર કર્યો નથી.. ભાજપ સંકલ્પ પત્રના નામથી તેનો ચૂંટણી ઢંઢેરો આવતીકાલે રજુ કરશે. ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી àª
ભાજપનો ચૂંટણી ઢંઢેરો આવતીકાલે થશે જાહેર  જનતા પાસેથી મળેલા સૂચનોના આધારે સંકલ્પ પત્ર તૈયાર
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ચૂક્યા છે. પરંતુ ભાજપે હજુ જાહેર કર્યો નથી.. ભાજપ સંકલ્પ પત્રના નામથી તેનો ચૂંટણી ઢંઢેરો આવતીકાલે રજુ કરશે. ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ મંડવીયા પણ હાજર રહેશે તેવું માનવામાં આવે છે. 
'અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું
વાસ્તવમાં ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ 'અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા.15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર 78781 82182 અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ લોન્ચ કરવામાં આવી હતી. જેથી લોકોના સૂચનો મેળવીને તેને આધારે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે.  

ભાજપનું ‘સંકલ્પ પત્ર’  તૈયાર
આમ ફોન નંબર, વેબસાઈટ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે અને સૂચન પેટી દ્વારા પણ લોકોના સૂચન લેવાયા હતા,અને આ રીતે જનતા પાસેથી મળેલા અભિપ્રાયના આધારે ભાજપનું ‘સંકલ્પ પત્ર 'તૈયાર થઈ ગયું છે.જે આવતીકાલે જાહેર થશે. ત્યારે જોવાનું એ રહેશે કે ભાજપના સંકલ્પ પત્રમાં ગુજરાતની જનતાના હિતમાં કઇ કઇ બાબતોને આવરી લેવાઇ છે..અને ભાજપ કઇ રીતે વિકાસની ગતિને આગળ વધારવાનો ધ્યેય ધરાવે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.