ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપનો RTI દ્વારા ખુલાસો, કેજરીવાલે દિલ્હી વકફ બોર્ડને આપ્યા 101 કરોડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાતમાં રેવડી વહેંચવા વારંવાર આવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર ભાજપે ફરી એક વાર પ્રહાર કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે આરટીઆઇમાંથી મળેલી માહિતી મુજબ રેવડીકિંગ કેજરીવાલે 101 કરોડ લોકોના પૈસા વકફ બોર્ડને આપ્યા છે.ગુજર
05:04 AM Oct 21, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાતમાં રેવડી વહેંચવા વારંવાર આવી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર ભાજપે ફરી એક વાર પ્રહાર કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે આરટીઆઇમાંથી મળેલી માહિતી મુજબ રેવડીકિંગ કેજરીવાલે 101 કરોડ લોકોના પૈસા વકફ બોર્ડને આપ્યા છે.
ગુજરાતના લોકોને ભરમાવવા પ્રયાસ 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ભરમાવવા માટે વારંવાર ગુજરાત આવીને રેવડી વહેંચી રહ્યા છે અને દિલ્હીમાં જાણે કોઇ મોટો ચમત્કાર કરી દીધો હોય તેવી મોટી મોટી વાતો કરી રહ્યા છે પણ વાસ્તવિક્તા કંઇક અલગ જ છે.  ભાજપ દ્વારા અવાર નવાર કેજરીવાલના વહિવટ અને ભ્રષ્ટાચારની પોલ ખાલવામાં આવી રહી છે અને લોકોને કેજરીવાલના બતાવવાના અને ચાવવાના દાંત જુદા જુદા હોવાની વાસ્તવિક્તા દર્શાવાઇ રહી છે.  
ભાજપે ખોલી પોલ 
ભાજપના મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવેએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે કેજરીવાલે દિલ્હીની જનતાના 101 કરોડ રુપિયા વકફ બોર્ડને આપ્યા છે. ડો.યજ્ઞેશ દવેએ ટ્વિટમાં લખ્યું છે કે આરટીઆઇ દ્વારા ખુલાસો થયો છે કે રેવડીકિંગ અરવિંદ કેજરીવાલે 101 કરોડ લોકોના રુપિયા વકફ બોર્ડને આપ્યા છે. વીતેલા 1 વર્ષમાં 62 કરોડથી વધુ પૈસા વકફ બોર્ડને આપવામાં આવ્યા છે. ક્યાં ક્યાં રેવડી વહેંચી છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન છે. 

દિલ્હીમાં કેવી રેવડી વહેંચી છે તેનો સ્ફોટક ખુલાસો 
ડો.યજ્ઞેશ દવેના આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રેવડીકિંગ તરીકે જાણીતા બનેલા કેજરીવાલે દિલ્હીમાં કેવો વહિવટ કર્યો છે તેની વરવી વાસ્તવિક્તા બહાર આવી ગઇ છે. અગાઉ પણ ભાજપે આરટીઆઇ દ્વારા કેજરીવાલના પોકળ વહિવટ અને ભ્રષ્ટાચારની પોલ ખોલી છે ત્યારે ફરી એક વાર અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કેવી રેવડી વહેચી છે તેનો સ્ફોટક ખુલાસો થયો છે. 
કેજરીવાલની બે મોંઢાની વાત
કેજરીવાલ ગુજરાતમાં આવીને બે મોંઢાની વાત કરી રહ્યા છે. કેજરીવાલ ગુજરાતમાં આવીને કોમી સૌહાર્દની વાતો કરે છે પણ તેમણે દિલ્હીમાં 101 રુપિયા વકફ બોર્ડને આપ્યા છે અને તે દિલ્હીમાં મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહ્યા છે તે પુરવાર થયું છે. ગુજરાતમાં આવીને તેઓ કોમી સમભાવની વાતો કરે છે અને દિલ્હીમાં વકફ બોર્ડને 101 કરોડ રુપિયા આપે છે અને તે જ બતાવે છે કે કેજરીવાલ ગુજરાતમાં આવીને બે મોંઢાની વાતો કરી રહ્યા છે. 
ભાજપે કેજરીવાલની પોલ ખોલી
ભાજપ સતત કેજરીવાલની પોલ ખોલી રહ્યું છે અને કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની વાસ્તવિક્તા ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરે છે. દિલ્હીમાં કેજરીવાલ કેવો વહિવટ કરી રહ્યા છે અને ગુજરાતમાં આવીને કેવા જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે તેનો પર્દાફાશ કરવા ભાજપે આરટીઆઇનો સહારો લીધો છે અને અવાર નવાર દિલ્હી સરકારમાં આરટીઆઇ કરીને કેજરીવાલના જૂઠ્ઠાણાંની પોલ ખોલી રહ્યું છે. 
આ પણ વાંચો--એક સાથે, એક જ સમયે PM MODI ભાજપના કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો ભરશે, જાણો કેમ
Tags :
ArvindKejriwalBJPGujaratAssemblyElection2022GujaratFirst
Next Article