Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

10 નવેમ્બરે જાહેર થઇ શકે ભાજપની પહેલી યાદી, સાંજે મહત્વની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ની તારીખો જાહેર થઇ ચુકી છે ત્યારે ભાજપ (BJP) દ્વારા કરાઇ રહેલી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હવે અંતિમ ચરણમાં છે. દિલ્હીમાં આજથી બે દિવસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (Central Election Committee)ની બેઠક યોજાઇ રહી છે ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આ બેઠકમાં ઉમેદવારોની યાદી પર અંતિમ મહોર વાગી શકે છે. 10 નવેમ્બરે એટલે કે આવતીકાલે ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ શકà
05:55 AM Nov 09, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ની તારીખો જાહેર થઇ ચુકી છે ત્યારે ભાજપ (BJP) દ્વારા કરાઇ રહેલી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હવે અંતિમ ચરણમાં છે. દિલ્હીમાં આજથી બે દિવસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (Central Election Committee)ની બેઠક યોજાઇ રહી છે ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આ બેઠકમાં ઉમેદવારોની યાદી પર અંતિમ મહોર વાગી શકે છે. 10 નવેમ્બરે એટલે કે આવતીકાલે ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ શકે છે.  
કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક 
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર મારશે. આ બેઠક સાંજે 6 વાગે યોજાશે. આજની બેઠકમાં વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાનશ્રી અમિત શાહ, મુખ્ય પ્રધાનશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ભાગ લેશે. 
ગઇકાલે પણ મહત્વની બેઠક મળી હતી
આ બેઠક પહેલા મંગળવારે રાત્રે અમિત શાહ અને જેપી નડ્ડાના નિવાસસ્થાને મેરેથોન બેઠક પણ યોજાઈ હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગુજરાત સંગઠન મહાસચિવ રત્નાકર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોર ગ્રુપે હાજરી આપી હતી.

તમામ પક્ષો તૈયારીઓને આપી રહ્યા છે આખરી ઓપ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ચૂંટણી રેલીઓ અને જાહેર સભાઓ યોજાઈ રહી છે. ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. જોકે, અત્યાર સુધી માત્ર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જ તેમના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી તેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો: ચૂંટણીતંત્રની સાથે નાગરિકો પણ આચારસંહિતા ભંગ પર રાખે છે C-Vigil એપથી ચાંપતી નજર
Tags :
AssemblyElectionAssemblyElection2022BJPBJPParliamentaryBoardElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article