Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેઘા પાટકર સાથે રાહુલ ગાંધી, ભાજપ લાલઘૂમ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો માહોલ જામી ચૂક્યો છે અને બીજ તરફ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra)ચાલી રહી છે. ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર (Megha Patkar) જોડાતા ભાજપે (BJP) તેની પર આકરા પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આ મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. મેઘા પાટકર સાથે રાહુલ ગાંધીકોà
02:47 PM Nov 18, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો માહોલ જામી ચૂક્યો છે અને બીજ તરફ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra)ચાલી રહી છે. ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર (Megha Patkar) જોડાતા ભાજપે (BJP) તેની પર આકરા પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આ મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. 
મેઘા પાટકર સાથે રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા હાલ ભારત જોડો યાત્રા ચાલી રહી છે અને આ યાત્રામાં મેઘા પાટકર પણ જોડાયા હતા. રાહુલ ગાંધી સાથે તેઓ ભારત જોડો યાત્રામાં જોડાયા હોય તેવી તસવીર સામે આવી છે જેમાં રાહુલ ગાંધી મેઘા પાટકરની સાથે તેમના ખભા પર હાથ મુકીને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. ભારત જોડોના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ તસવીરને પોસ્ટ પણ કરવામાં આવી છે. 

સી.આર.પાટીલે કર્યા આકરા પ્રહાર
જો કે આ તસવીર બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રદેશ ભાજપ પ્રમુખે આ તસવીરને ટ્વિટ કરીને પ્રહાર કર્યો હતો કે અર્બન નક્સલી મેઘા પાટકરે નર્મદા યોજનાનો વિરોધ કરી કચ્છ અને સમગ્ર ગુજરાતના વિકાસમાં અવરોધ નાંખ્યો હતો. આજે કોંગ્રેસ ગુજરાતના વિકાસ વિરોધી વિરોધી અર્બન નક્સલી સાથે ભારત તોડો યાત્રા કરી રહ્યું છે. ગુજરાતના વિકાસ વિરોધી અર્બન નક્સલીઓનો સાથ લેનારને આ ગુજરાત ક્યારેય પણ સાથ નહીં આપે. 
મુખ્યમંત્રીશ્રીએ પણ કોંગ્રેસને લીધી આડે હાથ
બીજી તરફ મેઘા પાટકરને લઇને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાહુલ ગાંધીને આડે હાથ લઇને વેધક પ્રહાર કર્યા હતા.  મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં જોડાતા તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ સમયાંતરે ગુજરાત સાથે દ્વેષભાવ દર્શાવે છે. ગુજરાત વિરોધી મેઘા પાટકરને સ્થાન આપીને કોંગ્રેસે ગુજરાત સાથે દ્વેષભાવ દર્શાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓને પાણીથી વંચિત રાખનારા સાથે રાહુલ ગાંધી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો---ભાજપના પ્રચારની રીત તો જુઓ, રોબોટને કેસરિયો પહેરાવી ઉતાર્યો મેદાનમાં
Tags :
AssemblyElectionAssemblyElection2022BharatJodoYatraBJPElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstMeghaPatkarrahulgandhi
Next Article