ભાજપમાં ઉમેદવારો માટે મંથન જારી, જાણો આજે કેટલા મુરતીયા પસંદ થયા
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનું મંથન13 જિલ્લાની 47 બેઠકો પર ઉમેદવારોની કરાઈ પસંદગીહજુ બે દિવસ ચાલશે બોર્ડની બેઠકગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ની જાહેરાત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુરુવારે ચૂંટણીની જાહેરાતની સાથે સાથે જ પ્રદેશ ભાજપ (BJP) પાર્લામેન્ટ્રી બોર્ડ (Parliamentary Board)ની બેઠક પણ શરૂ થઈ ચૂકી છે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકના પ્રથમ દિવસે 13 જિલ્લાની 47 બેઠકો પરના મà«
12:35 PM Nov 03, 2022 IST
|
Vipul Pandya
- પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનું મંથન
- 13 જિલ્લાની 47 બેઠકો પર ઉમેદવારોની કરાઈ પસંદગી
- હજુ બે દિવસ ચાલશે બોર્ડની બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ની જાહેરાત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુરુવારે ચૂંટણીની જાહેરાતની સાથે સાથે જ પ્રદેશ ભાજપ (BJP) પાર્લામેન્ટ્રી બોર્ડ (Parliamentary Board)ની બેઠક પણ શરૂ થઈ ચૂકી છે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકના પ્રથમ દિવસે 13 જિલ્લાની 47 બેઠકો પરના મુરતિયા માટે મનોમંથન કરવામાં આવ્યું હતું.
આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરુ
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરૂવારથી શરૂ થઈ છે જે ત્રણ દિવસ સુધી ચાલશે. બેઠકના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો હતો. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો પણ હાજર રહ્યા હતા.
પહેલા દિવસે 13 જિલ્લાની 47 બેઠકો પર વિચાર
પ્રથમ દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની બેઠકો પર વિચારણા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 13 જિલ્લાની 47 બેઠકો પર ચર્ચા કરાઈ જેમાં અરવલ્લી ની 3, સાબરકાંઠા ની 4, મહીસાગર ની 3, બનાસકાંઠા ની 9, સુરેન્દ્રનગર ની 5, પોરબંદર ની 2, ડાંગની 1, વલસાડ ની 5, તાપીની 2, નર્મદા ની 2, મોરબીની 3, રાજકોટ જિલ્લાની 5 અને રાજકોટ શહેરની 3 બેઠકોનો સમાવેશ થાય છે.
આવતીકાલે 60 બેઠક પર ચર્ચા
શુક્રવારે બીજા દિવસે પણ બેઠક મળશે જેમાં અંદાજે 10 જિલ્લાની 60 જેટલી બેઠકો પર વિચારણા કરવામાં આવશે.
તમામ બેઠકો પર 5 થી 3 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી રહી છે. જે બેઠકો પર વધુ મજબૂત દાવેદારો છે અને અસમંજસ ની સ્થિતિ છે તેવી બેઠકો પર 5ની પેનલ બનાવાશે અને જે બેઠકો પર લગભગ ઉમેદવારો નક્કી છે તેવી બેઠકો પર 3ની પેનલ બનાવાશે.
પસંદગીના નામો હાઇકમાન્ડને મોકલાશે
આ નામ દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ 14 નવેમ્બર પહેલા ભાજપ તેના ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરશે. ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે માટે ભાજપ તેના ઉમેદવારોની યાદી પણ બે તબક્કામાં જાહેર કરે તેવી સંભાવના છે.
Next Article