Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી જીતવા ભાજપે કમર કસી, જાણો આ છે ખાસ રણનીતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ભાજપે (BJP) ફુલપ્રુફ પ્લાન તૈયાર થયો છે અને તે માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહી છે. ગુજરાત ભાજપે ચૂંટણીને લઇને કવાયત આદરી છે અને તે મુજબ રણનીતિ પણ ઘડી લીધી છે. ભાજપે 20 રાષ્ટ્રીય નેતાઓ (National Leader)ને ગુજરાતની વિવિધ બેઠકો અંગે જવાબદારી સોંપી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી મહિલા પ્રવાસી કાર્યકરોને પણ બોલાવાની તૈયારીઓ કરી લેવાઇ છે. 20 નેતાઓને સોંપાઇ જવાà
ચૂંટણી જીતવા ભાજપે કમર કસી  જાણો આ છે ખાસ રણનીતિ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ભાજપે (BJP) ફુલપ્રુફ પ્લાન તૈયાર થયો છે અને તે માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહી છે. ગુજરાત ભાજપે ચૂંટણીને લઇને કવાયત આદરી છે અને તે મુજબ રણનીતિ પણ ઘડી લીધી છે. ભાજપે 20 રાષ્ટ્રીય નેતાઓ (National Leader)ને ગુજરાતની વિવિધ બેઠકો અંગે જવાબદારી સોંપી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી મહિલા પ્રવાસી કાર્યકરોને પણ બોલાવાની તૈયારીઓ કરી લેવાઇ છે. 
20 નેતાઓને સોંપાઇ જવાબદારી
ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે કવાયત શરુ કરી છે. ગુજરાત ભાજપે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્લાન મુજબ ભાજપ દ્વારા 20 જેટલા રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. 20 નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. સુત્રોએ કહ્યું કે પ્રત્યેક જિલ્લા પ્રમાણે નેતાઓને જવાબદારી સોંપાઇ છે અને આગામી દિવસોમાં આ નેતાઓ જિલ્લાની જવાબદારી લેશે. વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી આ નેતાઓની જવાબદારી રહેશે. 
આ નેતાઓ ગુજરાતમાં રહેશે
જે રાષ્ટ્રીય નેતાઓના નામો ગુજરાત ફર્સ્ટને મળ્યા છે તેમાં સ્વતંત્ર દેવસિંહ ને કચ્છની જવાબદારી સોંપાઈ છે. જ્યારે વિનોદ તાવડેને વડોદરા તથા જામનગર જીલ્લામાં તરુણ ચુગને જવાબદારી સોંપાઇ છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને બનાસકાંઠા તથા ઈંદર પરમારને ખેડા જિલ્લાની જવાબદારી સોંપાઇ છે. અરવિંદ ભદોરીયાને ભરૂચ જિલ્લાની, નિતીન નવીનને સુરત જિલ્લાની જવાબદારી સોંપાઇ છે. સી.ટી.રવી ને આણંદ જિલ્લાની જવાબદારી સોંપાઇ છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. 
અન્ય રાજ્યોની મહિલા પ્રવાસી કાર્યકરો પણ આવશે
બીજી તરફ ભાજપે અન્ય રાજ્યોની પ્રવાસી મહિલા કાર્યકરોને પણ પ્રચારની જવાબદારી સોંપી છે. આ માટે બુધવારે મહિલા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. રણનીતિ મુજબ અન્ય રાજ્યોની પ્રવાસી મહિલા કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આ પ્રવાસી મહિલા કાર્યકરો બુથ સુધી પ્રચાર કરશે. આ મહિલા કાર્યકરો રાજ્યના પ્રવાસી મતદારોને રીઝવવા નો પ્રયાસ કરશે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં અન્ય રાજ્યોના પ્રવાસી મતદારો મોટી સંખ્યામાં છે અને તેઓ રોજી રોટી માટે પોતાના રાજ્યોમાંથી ગુજરાતમાં સ્થાયી થયા છે.  પ્રવાસી મહિલા સભ્યોને જે તે શહેરમાં પ્રવાસી મતદારોને રીઝવવા જવાબદારી સોંપાશે. આ કાર્યકરો બુથ લેવલ સુધી પહોંચીને કાર્ય કરશે. 
 મહિલા મોરચાના મહામંત્રી ગુજરાતમાં
બીજી તરફ ચૂંટણીની તૈયારીઓ માટે કેન્દ્રીય નેતાઓએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી દીપ્તિ રાવત ભારદ્વાજ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતની મહિલાઓ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક કામગિરી કરી રહી છે. આ મોદીજીનું ગુજરાત છે અને મહિલાઓમાં ભારે ઉત્સાહ છે. તેમણે કહ્યું કે  દેશમાં અડધી વસ્તી મહિલાઓની છે અને ગુજરાત મહિલા મોરચાની પૂર્ણ તૈયારી છે. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત મોડેલ છે અને  ગુજરાતમાં ડેવલોપમેન્ટ દેખાય છે.  બીજી પાર્ટી પાસે કોઈ કાર્યકર્તા નથી અને દિલ્હીથી કાર્યકરો ઇમ્પોર્ટ કરાય છે. ઇમ્પોર્ટ થયેલા કાર્યકરો જ્યારે અહી આવે ત્યારે દિલ્હીના લોકો એમને શોધે છે. 
Advertisement
Tags :
Advertisement

.