Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેજરીવાલના નવા જુઠ્ઠાણાંનો ભાજપે કર્યો પર્દાફાશ, દિલ્હીમાં માત્ર 3246 જ સરકારી નોકરી આપી

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના વધુ એક જુઠ્ઠાણાંનો ભાજપે પર્દાફાશ કર્યો છે. ભાજપના પ્રદેશ મિડીયા કન્વીનર યજ્ઞેશ દવેએ આરટીઆઇ દ્વારા પર્દાફાશ કર્યો છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં અત્યાર સુધી માત્ર 3246 જ સરકારી નોકરીઓ આપી છે અને ગુજરાતમાં આવીને 10 લાખ નોકરીઓ આપવાની ગુલબાંગો પોકારી રહ્યા છે.  વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અરવિંદ કેજરીવાલ à
04:23 AM Sep 15, 2022 IST | Vipul Pandya
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના વધુ એક જુઠ્ઠાણાંનો ભાજપે પર્દાફાશ કર્યો છે. ભાજપના પ્રદેશ મિડીયા કન્વીનર યજ્ઞેશ દવેએ આરટીઆઇ દ્વારા પર્દાફાશ કર્યો છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં અત્યાર સુધી માત્ર 3246 જ સરકારી નોકરીઓ આપી છે અને ગુજરાતમાં આવીને 10 લાખ નોકરીઓ આપવાની ગુલબાંગો પોકારી રહ્યા છે. 
 વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને મતદારોને લોભાવવા માટે વિવિધ પ્રકારના લોભામણા વચન આપી રહ્યા છે જેમાં બેરોજગારોને નોકરી આપવાની લાલચ સહિતની લાલચોનો સમાવેશ થાય છે. 
જો કે અરવિંદ કેજરીવાલની ગુલબાંગોનો પર્દાફાશ કરવા માટે ભાજપ પણ મેદાનમાં આવ્યું છે અને આરટીઆઇનો સહારો લઇને દિલ્હીનું વાસ્તવીક ચિત્રણ રજુ કરી કેજરીવાલની પોલ ખોલી રહ્યું છે. તાજેતરમાં પણ ભાજપે આરટીઆઇ કરીને પર્દાફાશ કર્યો હતો કે ગુજરાતમાં મફત આરોગ્યનું વચન આપનારા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આયુષ્યમાન યોજનાને લાગુ જ કરી ન હતી. 
ગુરુવારે પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ આરટીઆઇ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. યજ્ઞેશ દવેએ કેજરીવાલના જુઠ્ઠાણાંનો પર્દાફાશ કરીને ખુલાસો કર્યો હતો કે કેજરીવાલ સરકારે અલગ અલગ કેટેગરીમાં માત્ર 3246 જ સરકારી નોકરીઓ આપી છે. ગત 7 વર્ષમાં કેજરીવાલ જુઠ્ઠુ બોલી રહ્યા છે અને ગુજરાત આવીને 10 લાખ નોકરીઓ આપવાની ગુલબાંગો પોકારી રહ્યા છે. જો દિલ્હીમાં 12 લાખ લોકોને નોકરી આપી છે તો કેજરીવાલ તેમનું લિસ્ટ સાર્વજનિક કરે.
ભાજપના આ ચોંકાવનારા ખુલાસાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

Tags :
ArvindKejriwalBJPDelhiGovernmentJobsGujaratFirst
Next Article