Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જનતાનો અભિપ્રાય લઇને ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે, આજથી કેમ્પેઇન લોંચ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચુકી છે ત્યારે ભાજપે (BJP) વિવિધ સ્તરે તૈયારીઓ કરી દીધી છે. આજથી ગુજરાત ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કેમ્પેઇન શરુ કરાયુ છે. આ કેમ્પેઇન દ્વારા ભાજપ લોકોનો અભિપ્રાય લઇને સંકલ્પ પત્ર તૈયાર કરશે. ભાજપ સજ્જભાજપ દ્વારા એક તરફ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ પ્રચાર બાબતે પણ રણનીતિ ઘડાઇ ગઇ છે. પક્ષના ગુજરાતના કાર્યકરો તથા અનà«
જનતાનો અભિપ્રાય લઇને ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે  આજથી કેમ્પેઇન લોંચ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જાહેર થઇ ચુકી છે ત્યારે ભાજપે (BJP) વિવિધ સ્તરે તૈયારીઓ કરી દીધી છે. આજથી ગુજરાત ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કેમ્પેઇન શરુ કરાયુ છે. આ કેમ્પેઇન દ્વારા ભાજપ લોકોનો અભિપ્રાય લઇને સંકલ્પ પત્ર તૈયાર કરશે. 
ભાજપ સજ્જ
ભાજપ દ્વારા એક તરફ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ પ્રચાર બાબતે પણ રણનીતિ ઘડાઇ ગઇ છે. પક્ષના ગુજરાતના કાર્યકરો તથા અન્ય રાજ્યોમાંથી કાર્યકરો ગુજરાતમાં પક્ષનો પ્રચાર કરશે. પક્ષના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં આવશે. 
અગ્રેસર ગુજરાત કેમ્પેઇન લોંચ
ભાજપે પોતાના ચૂંટણી ઢંઢારાની પણ પ્રક્રિયા શરુ કરી છે જેના ભાગ રુપે આજથી ભાજપનું અગ્રેસર ગુજરાત કેમ્પઈન શરુ થયું છે. ગુજરાત ભાજપના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે આજે ગાંધીનગર કમલમ ખાતેથી આ કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. 
જનતાનો અભિપ્રાય લેવાશે
આ કેમ્પેઇન અંતર્ગત જનતાનો અભિપ્રાય લઈ ભાજપ  સંકલ્પપત્ર તૈયાર કરશે. પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા લોકોનો અભિપ્રાય લેવાશે અને જનમતના આધારે સંકલ્પ પત્ર  તૈયાર કરાશે. 

લોકોના સૂચન લેવાશે
આ કેમ્પેઇનમાં સોશિયલ મીડિયા અને સૂચન પેટીના મારફતે લોકોના અભિપ્રાય લેવામાં આવશે. વેબસાઇટ અને મિસ કોલ દ્વારા પણ સૂચનો મંગાવાશે. પોસ્ટકાર્ડના માધ્યમથી પણ સૂચનો મંગાવાશે. તમામ ગામડા અને શહેરોમાંથી સૂચન લેવાશે. 
શું કહ્યું સી.આર.પાટીલે
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે જનતાના સૂચનો એ મારો સંકલ્પ છે. 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ કેમ્પેઇન ચાલશે. ત્યારબાદ સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે 78 ટકા વચનો અમે પુરા કર્યા છે અને જે વચનો નથી આપ્યા તે પણ પુરા કર્યા છે. 28 વર્ષથી ભાજપ સત્તામાં રહીને લોકોની સેવા કરે છે. તેમણે કહ્યું કે બોક્સ અલગ અલગ વિધાનસભામાં મોકલવામાં આવશે તથા સૂચનો આવશે તેનું સંકલન કરીને અમે સંકલ્પ પત્ર જાહેર કરીશું. 
 
રેકોર્ડ બ્રેક સીટ સાથે ભાજપ જીતશે 
તેમણે કહ્યું કે રેકોર્ડ બ્રેક સીટ સાથે ભાજપ જીતશે. ભાજપ સરકારના નેતૃત્વમાં અનેક ક્ષેત્રોમાં ગુજરાત પહેલા ક્રમે છે. ગુજરાત પહેલા નંબર પર રહેવા ટેવાયેલું છે. આવનારા 5 વર્ષમાં પ્રમાણિક પ્રયાસો કરીને સંકલ્પ પત્ર પુરા કરીશું. 
જયનારાયણ વ્યાસ વિશે શું કહ્યું 
જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે જયનારાયણ વ્યાસને પાર્ટીએ અનેક વખત ટિકિટ આપી છે. 75 વર્ષ બાદ ટિકિટની અપેક્ષા ના હોય જેના કારણે જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું છે. અમે જયનારાયણ વ્યાસનું રાજીનામું સ્વીકાર્યું છે. બે ચૂંટણી હારવા છતાં અમે જયનારાયણ વ્યાસને ટિકિટ આપી હતી. પાર્ટીએ તેમને કેબિનેટ મંત્રી સુધી પહોંચાડ્યા હતા. 

 કોઇ પણ નેતાના સબંધીને ટિકિટ નહીં મળે 
તેમણે કહ્યું કે ભાજપ કોઇ પણ નેતાના સંબંધીને ટિકિટ નહી આપે. મનસુખ વસાવા અને ભરત ડાભીએ પોતાના સગા માટે ટિકિટ માગી હતી. અમે એમને ટિકિટ આપવાની ના પાડી છે. 
Advertisement
Tags :
Advertisement

.